– દોઢ ટન વજનના અણુશસ્ત્રને વહન કરી શકે છે: : અવાજ કરતા 24 ગણી ઝડપે ટાર્ગેટ પર ત્રાટકયું
ચીન સાથેની સરહદ પર સતત વધતા જતા તનાવ વચ્ચે ભારતે ગઈકાલે બ્રહ્માસ્ત્ર-સમાન અણુશસ્ત્રો વહન કરી શકતા અગ્નિ-5 આંતરખંડિય મિસાઈલનું સફળ પરીક્ષણ કરીને એક મહત્વપૂર્ણ લશ્કરી સિદ્ધિ મેળવી છે.
- Advertisement -
ખાસ કરીને આ મિસાઈલ-સીસ્ટમની નાઈટ-ટ્રાયલ પ્રથમ વખત કરવામાં આવી છે અને તે સફળ રહી છે. એટમી-પાવર ધરાવતા આ મિસાઈલ 5000 કી.મી. દૂરના તેના લક્ષ્યાંકને પાર પાડયું હતું તેનાથી હવે ચીન સહિત અડધી દુનિયા ભારતના આ મિસાઈલની રેન્જમાં આવી ગયું હતું. અગ્નિ-શ્રેણીના મિસાઈલમાં અગ્નિ-5 એ બ્રહ્માસ્ત્ર જેવું છે જેમાં હવે નવી ટેકનોલોજી અને ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને ડિફેન્સ સૂત્રોએ જણાવ્યું કે આ ટેકનોલોજી વિકસાવી ભારતે એ નિશ્ચિત કર્યુ છે કે જરૂર પડે અગ્નિ-5 ની પ્રહાર ક્ષમતામાં વધારો કરી શકશે.
આ પ્રકારની ટેકનોલોજી વિશ્વના બહું જુજ દેશો પાસે છે તેની 435 અવાજ કરતા 24 ગણા વધુ છે. આ મિસાઈલ સીસ્ટમ એક જ ઉડાનમાં દોઢ ટન સુધીના અણુ શસ્ત્ર વહન કરી શકે છે અને આ મિસાઈલ આસાનીથી એક સ્થળેથી બીજા સ્થળે ફેરવી શકાય છે અને તે રેલવે પ્લેટફોર્મ પરથી પણ છોડી શકાય છે તથા દરેક મૌસમમાં તે ઉડાન કરી શકે છે. તેની ઉંચાઈ 17.5 મીટરની છે અને વજન 50 ટનનું છે અને તેનું નવમી વખત પરિક્ષણ થયું છે.
આ મિસાઈલનું રોકેટ ત્રણ સ્ટેજનું છે. જેથી તેની ઝડપ અત્યંત તિવ્ર રહે છે. આ પ્રકારના પાંચ અગ્નિ-શ્રેણીના મિસાઈલ તૈયાર કરાયા છે અને આ મિસાઈલ રીંગ લેઝર- ગાઈડો સ્કોપ ઈનર્શિયલ નેવીગેશન સીસ્ટમ છે અને તે સ્વદેશી સેટેલાઈટ સીસ્ટમ ‘નાવીક’ આધારીત કામ કરે છે જેથી તે જીપીએસ માટે વિદેશી નિર્ભરતા રહેશે નહી.
- Advertisement -