ખાસ-ખબર સંવાદદાતા
ગાંધીના ગુજરાતમાં દારૂ બંધી છે પરંતુ કેશોદ શહેરની નગર પાલિકાના પાછળના ભાગે વિદેશ દારૂની બોટલ જોવા મળતા અનેક તર્ક વિતર્ક સામે આવ્યા છે અંદાજિત ત્રણ દિવસ પૂર્વેજ કેશોદ પોલીસ દ્વારા પકડવામાં આવેલ વિદેશી દારૂ કુલ 46423 જેટલી બોટલોનો નાશ કરવામાં આવ્યો ત્યારે મકર સંક્રાંતિની ઉજવણી નગર પાલિકામાં થઇ હોય એ પણ દારૂની મહેફિલ દ્વારા તો નવાઈ નહીં કેમ કે આ બોટલો જૂની પડતર હોય તેવું દ્રશ્ય પણ નથી તમામ બોટલો નવી અને બે દિવસ દરમ્યાન જ નાખવામાં આવેલ હોય તેવું જણાઈ આવે છે ત્યારે ગાંધી ના ગુજરાત ને કોઈપણ પ્રતિબંધિત વસ્તુઓ ફક્ત કાગળ ઉપર જ બતાવવામાં આવે છે અને એ કર્મચારીઓ ને આ નિયમ લાગુ પડતો નહીં હોય નિયમ અને કાયદો ફક્ત આમ પબ્લિક માટેજ હોય તેવું સાફ જણાઈ આવે છે ત્યારે દારૂ ની બોટલ ક્યાંથી આવી અને દારૂ કોને પીધો તેવા અનેક સવાલ વચ્ચે કેશોદ શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે.
કેશોદ નગર પાલિકાની પાછળ જ ઈંગ્લિશ દારૂની બોટલો જોવા મળી
