ખાસ-ખબર સંવાદદાતા
મોરબી શહેરના કંડલા બાયપાસ નજીકથી રૂપિયાની ઉઘરાણી મામલે બે શખ્સોએ યુવાનનું અપહરણ કરીને ફ્લેટમાં ગોંધી રાખીને માર માર્યો હોવાની એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી જે ફરિયાદને પગલે પોલીસે બંને શખ્સોને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબીના સ્કાય મોલ સામે ભારતનગરમાં રહેતા ચેતનભાઇ કાંતિલાલ બજાણીયા નામના યુવાનનું અપહરણ કરીને જીગ્નેશ કૈલાના ટાઈલ્સના ધંધાના નીકળતા રૂપિયા મારે બારોબાર લેવાના છે તું કેમ આપતો નથી તેમ કહીને બે શખ્સોએ ફ્લેટમાં ગોંધી રાખીને યુવાનને ધોકા વડે ઢોર માર માર્યો હતો અને યુવાનને ગંભીર રીતે ઇજાગ્રસ્ત કર્યો હતો ત્યારબાદ બંને શખ્સો યુવાનને કારમાં બેસાડીને પીપળીયા ચાર રસ્તા તરફ લઈ ગયા હતા ત્યારે બંને શખ્સોની નજર ચૂકવીને યુવાન નાસી છૂટ્યો હતો અને ત્યારબાદ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી જે ફરીયાદના આધારે એ ડીવીઝન પોલીસે આરોપી યોગેશ કાસુન્દ્રા અને આરોપી રઘો મેરજા એમ બે શખ્સોને ઝડપી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીમાં રૂપિયાની ઉઘરાણી મામલે યુવાનનું અપહરણ કરીને માર મારનાર બંને શખ્સો ઝડપાયા
