ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
વેરાવળમાં આવેલ સોમનાથ એજ્યુકેશન સોસાયટી સંચાલિત જે.એમ.સાયન્સ કોલેજ પી.જી.સેન્ટરના ટી.વાય.બી.એસસી.માઈક્રો અને કેમિસ્ટ્રીના વિદ્યાર્થીઓનું સેમેસ્ટર પાંચનું પરિણામ 100 ટકા આવેલ છે. અત્રે ટી.વાય.બી. એસસી.માઈક્રો બાર્નોલોજીની વિદ્યાર્થીની કુ.ઠાકુર શોભા દિનેશકુમારને ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સીટીમાં સેમેસ્ટર પાંચમાં તૃતીય સ્થાન પ્રાપ્ત કરેલ તેમજ યુનિવર્સિટી દ્વારા લેવાયેલ એફ.વાય.બી.એસસી. (ગ. ઊ. ડ.) નું પરિણામ પણ 100 ટકા આવેલ છે.
- Advertisement -
તેમાં કુ.વધાવી હિરલ પ્રભુદાસભાઈને 94 ટકા પ્રાપ્ત કરી યુનિવર્સિટીમાં સ્થાન પ્રાપ્ત કરી કોલેજનું ગૌરવ વધારેલ છે. જે એમ સાયન્સ કોલેજના એડમીનીસ્ટ્રેટર રાજેશભાઈ પુરોહિત, દેવભાઈ નાથાણી, ડી.સી. ભટ્ટ, આચાર્ય કુંજભાઈ ધનેશા સહીતના સ્ટાફ દ્વારા આ બન્ને વિદ્યાર્થીનીઓને આવકારી આવું જ પરિણામ ભવિષ્યમાં મેળવવા પ્રોત્સાહન આપવામાં આવેલ છે.