આફ્રિકાના કોંગોથી ઈન્ટરનેશનલ ખંડણી કેસ: ખંડણીના મુખ્ય આરોપીને ભારત લાલાવા તપાસ તેજ કરી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.31
ધારાસભ્ય સંજયભાઈ કૃષ્ણદાસ કોરડીયાને ધમકી આપી ખંડણી માંગવાના કેસમાં પોલીસે ગણતરીના કલાકોમાં શખ્સને ઝડપી મુખ્ય પાડી આરોપીને વિદેશમાંથી લાવવાની સલીમ તજવીજ હાથ ધરી હતી. ગઈ તા. 26 ઓક્ટોબરના રોજ બપોરના અરસામાં ધારાસભ્ય સંજય કોરડીયાને ઈન્ટરનેશનલ નંબર પરથી વોટ્સએપ કોલ કરી 30 લાખની ખંડણી માંગી તેને તથા પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને 5 લાખનું આંગડિયું અમદાવાદ રોનક પટેલના નામનું કરવાનું કહ્યું હતું. જે અંગે બી. ડિવિઝનમાં ફરિયાદ કરી હતી.
- Advertisement -
જેના પગલે એસપી સુબોધ ઓડેદરાએ એલસીબી, બી ડિવિઝન સહિતની ટીમ મારફત તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. દરમ્યાન ક્રાઈમ પીઆઈ કે. એમ. પટેલે ટેકનિકલ અને હ્યુમન સોર્સના માધ્યમથી તપાસ કરતા મુખ્ય આરોપી મૂળ તાલાલાના ચિત્રાવડ ગામનો હાલ સાઉથ આફ્રિકાના કોંગોમાં રહેતો સમીર બ્લોચ હોવાનું ખુલ્યું હતું. અમદાવાદમાં જે રકમ આપવાની હતી. ત્યાં પોલીસે વોચ ગોઠવી અમદાવાદના ભાડચ ઠાકોર વાસમાં રહેતો રોનક રાજુભાઈ ઠાકોરને ઝડપી લીધો હતો અને બીજો આરોપી વેરાવળનો ઈમરાન ઉર્ફે ઝોન નૂરમહમદ સીમારીને પણ દબોચી લઈ પૂછપરછ હાથ ધરી હતી. ઈન્ટરનેશનલ કોલ મામલે તપાસમાં આફ્રિકાના કોંગોથી કોલ આવ્યા હોવાનું સામે આવ્યું હતું. બંને આરોપીનો બી ડિવિઝન પીઆઈ એ. બી. ગોહિલે ક્રાઈમ બ્રાન્ચ પાસેથી કબજો મેળવી વધુ તપાસ હાથ ધરી હતી.
ધારાસભ્યને ઇન્ટરનેશનલ નંબર પરથી વોટ્સએપ કોલ કરી ધમકી આપી ખંડણી માંગવાના કેસમાં વેરાવળનો ઈમરાન ઉર્ફે જોન નૂરમહમદ સીમારી, અમદાવાદનો રોનક રાજુભાઈ ઠાકોરને ગણતરીના કલાકોમાં પકડી લેવાયા હતા. જ્યારે મુખ્ય આરોપી સમીર ગાલીફભાઈ રીંગબ્લોચ મૂળ તાલાલા તાલુકાના ચિત્રાવડ ગામનો છે અને હાલ દક્ષિણ આફ્રિકાના કોંગોમાં રહે છે. ત્યાંથી તેને ભારત લાવવા માટે કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. જયારે વેરાવળનો આરોપી ઈમરાન ઉર્ફે જોન નૂરમહમદભાઈ સીમારીની પોલીસે ક્રાઈમ કુંડળી અંગે તપાસ કરતા શખ્સ વિરુદ્ધ સને 2013માં હત્યાની કોશિષનો ગુનો તથા 2014માં ધમકીનો ગુનો વેરાવળ સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાયો હોવાનું સામે આવ્યું હતું.



 
                                 
                              
        

 
         
         
        