કેન્દ્રના વ્યાપાર ઉદ્યોગ મંત્રાલયે જાણીતી અમેરિકી કંપનીના લોકપ્રિય બોર્નવીટાને હેલ્ધી ડ્રિન્કસ તરીકે નહી વેચવા તમામ ઈ-કોમર્સ કંપનીઓને આદેશ આપ્યો છે. આ કંપનીમાં હેલ્ધી ડ્રીન્કસની જે કેટેગરી છે તેમાં બોર્નવીટાને મુકીને વેચે છે.
હવે આ કંપનીઓએ તે વર્ગમાંથી બોર્નવીટાને હટાવી લેવુ પડશે તથા તેને હવે ફુડ તરીકે જ ગણાશે. રાષ્ટ્રીય ખાસ અધિકાર સંરક્ષણ આયોગની લીગલ બોડીએ બોર્નવીટાની તપાસ કરી હતી. જેમાં તો હેલ્ધી ડ્રીન્કસ તરીકે ગણી શકાય તેવા કોઈ તત્વો ધરાવતા નહી હોવાનું બહાર આવ્યુ હતું.
- Advertisement -
આ અગાઉ ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી પણ આ પ્રકારના હેલ્ધી ડ્રીન્કસ જાહેર કરતા પુર્વે તેની યોગ્ય ચકાસણી કરવા અને કંપની પાસેથી પણ લેખીતમાં લેવા જણાવ્યુ છે અને તેના વગર હેલ્ધી ડ્રિન્કસ કે એનર્જી ડ્રિન્કસ તરીકે તેને જાહેર કરી શકાશે નહી. તે માટે કોઈ ભ્રામક જાહેરાત પણ નહી કરવા સૂચના આપી હતી અને એનર્જી ડ્રીન્કસ કે સ્પોર્ટસ ડ્રીન્કસ એ અલગ કેટેગરી છે જેનું 4.7 બિલિયન ડોલરનું માર્કેટ છે અને સતત વધી રહ્યું છે. બોર્નવીટા એ ચોકલેટ પાવડર જેવુ છે જો કે તેનાથી નુકશાન અંગે કોઈ રીસર્ચ થયુ નથી. સરકાર દ્વારા એનર્જી ડ્રીંક કે હેલ્ધી ડ્રીંક અંગે નિયમો નક્કી કરાયા છે અને તેમાં જે ડ્રીંક બનાવવામાં વિવિધ ઇનપુટનો ઉપયોગ થાય છે તે આડ અસર કરનારા હોવા ન જોઇએ તે પણ નિશ્ચિત થાય છે અને વારંવાર તેની ચકાસણી થાય છે.
જ્યારે આ પ્રકારના ડ્રીંકના એડમાં પણ જે દાવા કરવામાં આવે છે તેની સામે અનેક વખત વિરોધ થયો છે. પરંતુ પ્રથમ વખત સરકારે આ રીતે આકરો નિર્ણય લીધો છે.