ટ્રેન હડફેટે સિંહોના મોત રોકવા માટે 45 રેલ્વે સેવકો તૈનાત કરાયા
ખાસ-ખબર ન્યૂઝ રાજુલા
રાજુલા-પીપાવાવ રેલવે ટ્રેક પર ગુડ્ઝ ટ્રેનની સતત અવરજવર રહે છે. રાજુલા રેવન્યુ વિસ્તારમાં સિંહોની વસ્તી અંદાજે 50 થી 55 જેટલી છે. રાજુલા રેન્જ વિસ્તારમાં રાજુલા-પીપાવાવ રેલ્વે ટ્રેક સહીત 48 કિલોમીટર જેટલો લાંબો રેલવે ટ્રેક છે. ત્યારે સિંહોની સુરક્ષા માટે વનવિભાગ દ્વારા વધારો કરવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન રેલવે ટ્રેક પર ટ્રેન અડફેટે આવી જતા અનેક સિંહનાં મોત નીપજતા છે. જે બાદ વનવિભાગ અને રેલવે વિભાગ દ્વારા રેલવે ટ્રેક પર થતા સિંહના અકસ્માત ટાળવા અલગ-અલગ પગલાંઓ લેવામાં આવ્યા છે. રાજુલા-પીપાવાવ વચ્ચે થતા અકસ્માતને ટાળવા માટે વનવિભાગ દ્વારા ટેક્નોલોજીની સાથોસાથ 45 જેટલા રેલવે સેવક, ટ્રેકર્સને 24 કલાક માટે તૈનાત કરવામાં આવ્યા છે. અને ટ્રેક પર રેલ્વે પસાર થવાની હોય તેની 15 મિનિટ પહેલાં જ જાણ કરી દેવામાં આવે છે જેથી રેલવે સેવકો એલર્ટ થઈ જાય છે. અને કોઇ એક ટ્રેક પોઇન્ટ ઉપર સિંહ પ્રવેશ કરે તેવા સમયે આખા ટ્રેક વિસ્તારના તમામ વિભાગના રેલ્વે સવેકો ટ્રેકર્સને ટોર્ચ લાઇટ, વોટસેપ મેસેજ આપી જાણ કરવામા આવે છે. જોકે આ સમયે ટ્રેક ઉપર સિંહ હોય તો તુરત રેલ્વે વિભાગને જાણ કરાઇ છે.
- Advertisement -
ઉપરાંત ટ્રેન આવતી હોય તે દરમિયાન અચાનક રેલ્વે ટ્રેક પર સિંહ આવી જાય તો ટ્રેકર્સ પાસે રહેલી બેટન લાઇટ બતાવી ટ્રેનને રોકાવી દેવામાં આવે છે. જેમા રાજુલા-પીપાવાવ રેલ્વે ટ્રેક આસપાસ 12 વોચ ટાવરો રેલવે ટ્રેક પર નજર રાખવા માટે ઉભા કરાયા છે. સાથોસાથ સેન્સર વાળી 40 સોલાર લાઇટ પણ લગાડવામાં આવી છે. અને સિંહ કે કોઇપણ વન્યજીવ આવે તો લાઇટ તુરંત ફુલ થઈ જાય છે. જેથી નજીકમાં રહેલા રેલ્વે સેવક એલર્ટ થઈ જાય છે. સતત વનવિભાગ દ્વારા રેલ્વે ટ્રેક પર પેટ્રોલીંગ કરવામાં આવે છે.
આ પેટ્રોલીંગમાં ઇન્ચાર્જ એસીએફ વાધેલ તેમજ રેન્જ ફોરેસ્ટ ઓફિસર વાય.એમ.રાઠોડ સહિત સ્ટાફ દ્વારા વોચ રાખી પેટ્રોલીંગ કરવામા આવી રહ્યુ છે. આ સાથે રાજુલા-પીપાવાવ રેલ્વે ટ્રેક પર અકસ્માત ટાળવા માટે ટ્રેનની ગતી મર્યાદા ધટાડીને 40 ની કરી દેવામાં આવી છે. રેલ્વે ટ્રેક પર સિંહ સહીતના વન્યપ્રાણીઓ સાથે અકસ્માત ટાળવા માટે ટ્રેનના ચાલકો પણ વનવિભાગના ટ્રેકર્સ સાથે સંકલન કરી સતર્ક રહે છે. આમ રાજુલા-પીપાવાવ અકસ્માતને ટાળવા માટે રેલ્વે ટ્રેક પર સિંહોની સુરક્ષા માટે વનવિભાગ ખડેપગે રહીને સુરક્ષા કરવામાં આવી રહી છે.