ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં દારૂ જુગારના કેસો કરવાની સૂચના અન્વયે એલસીબી પીએસઆઈ બી વી બિરોસાગર અને ટીમ પેટ્રોલિંગમાં હતી.
દરમિયાન મનરૂપગીરી ગોસ્વામી અને હિતેશ પરમારને મળેલી બાતમી આધારે કોઠારીયા રોડ શિવધામ સોસાયટી શેરી નંબર 2 માં વોચ ગોઠવી આ શેરીમાં રહેતા સૂરજ જબરભાઈ કુનડા ઉ.27ને સ્કોર્પિયો કાર સાથે અટકાવી જડતી લેતા તેમાંથી 52,800નો દારૂ મળી આવતા ગુનો નોંધી ધરપકડ કરી 10,52,800નો મુદામાલ કબજે કર્યો છે