હવે શ્રીનગરથી પંજતરણી અને પંજતરણીથી શ્રીનગરની સીધી હેલિકોપ્ટરની ટિકિટ બુક કરી શકાશે
ખાસ-ખબર સંવાદદાતા
કુદરતી આફત બાદ અમરનાથ યાત્રા સોમવારથી ફરી શરૂ થઈ છે. આથી 4 હજારથી વધુ ભક્તોનો સમૂહ બાબા બર્ફાનીના દર્શન માટે રવાના થયો હતો. પંજતરની બાજુથી ભક્તો પવિત્ર ગુફામાં જશે. આ તરફ શ્રીઅમરનાથજી દેવસ્થાન બોર્ડે શ્રીનગરથી પંજતરણી સુધીની સીધી હેલીકોપ્ટર સેવાનું બુકિંગ શરૂ કર્યું છે. બોર્ડે યાત્રાળુઓ માટે શ્રીનગરથી પંજતરણી માટે હેલીકોપ્ટર સેવાના ટિકિટ બુકિંગની વ્યવસ્થા જાહેર કરી છે. આ અગાઉ શ્રીનગરથી નીલગ્રાથ, પહલગામ સુધી હેલીકોપ્ટર બુકિંગ થતું હતું અને ત્યાંથી પંજતરણી માટે અલગ ટિકિટ કરાવવી પડતી હતી, હવે શ્રીનગરથી પંજતરણી અને પંજતરણીથી શ્રીનગરની સીધી ટિકિટ બુક કરી શકાય છે. શ્રીનગરથી પંજતરણી જવાનું ભાડું 14 હજાર 500 શરૂ છે. આ વખતે પંજતરણીથી યાત્રા શરૂ થઈ છે.