એક તરફ પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થઈ રહી છે તો બીજી તરફ મેદાની વિસ્તારોમાં વરસાદની ચેતવણી જાહેર
શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે ઉત્તર ભારતમાં આ સમયે લોકો હાડ થીજાવતી ઠંડીનો સામનો કરી રહ્યા છે. વાત જાણે એમ છે જે, તાપમાનમાં વધુ ઘટાડો થયો નથી તેમ છતાં ઠંડીના કારણે લોકો ઘરોમાં સંતાઈ રહ્યા છે. ઘણી જગ્યાએ ગાઢ ધુમ્મસ જોવા મળી રહ્યું છે. આ બધાની વચ્ચે IMD એ ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતમાં વરસાદની ચેતવણી જાહેર કરી છે. જોકે તાપમાનમાં પણ ધીમે ધીમે વધારો થશે.
- Advertisement -
#WATCH | Tamil Nadu | Nagapattinam received overnight rainfall. Due to incessant rainfall here, a holiday has been declared in schools and colleges here. pic.twitter.com/tyICMOx6Uj
— ANI (@ANI) January 8, 2024
- Advertisement -
એક તરફ પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થઈ રહી છે તે દરમિયાન ભારતીય હવામાન વિભાગ (IMD) એ મેદાની વિસ્તારોમાં વરસાદની ચેતવણી જાહેર કરી છે. આ અંતર્ગત દિલ્હી, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા અને ચંદીગઢમાં વરસાદની સંભાવના છે. જોકે તાજેતરમાં પૂર્વી યુપીમાં પણ ઝરમર વરસાદ પડ્યો હતો. ઉપરાંત ઉત્તર-પશ્ચિમ ભારતમાં ગાઢ ધુમ્મસ અને ઠંડીથી થોડી રાહતની અપેક્ષા છે.
ઘણા રાજ્યોમાં રહેશે ગાઢ ધુમ્મસ
IMD અનુસાર પશ્ચિમ મધ્યપ્રદેશ અને પૂર્વ રાજસ્થાનના ભાગોમાં કરા પડવાની સંભાવના છે. હરિયાણામાં ગાઢથી ઘનઘોર ધુમ્મસ રહેશે. અહીં વિઝિબિલિટી 50 કરતાં ઓછી રહેવાની ધારણા છે. બિહાર, પંજાબ અને ચંદીગઢમાં પણ આવી જ સ્થિતિ જોવા મળી રહી છે. આ રાજ્યોમાં તીવ્ર થી અતિ તીવ્ર ઠંડી પડવાની સંભાવના છે.
#WATCH | Moderate to Heavy rainfall recorded across various districts in Tamil Nadu last night. Visuals from Viluppuram.
Due to incessant rainfall here, a holiday has been declared in schools and colleges here. pic.twitter.com/RKXgwRIa3Z
— ANI (@ANI) January 8, 2024
જાણો લઘુત્તમ તાપમાન કેટલું નોંધાયું ?
દિલ્હી, હરિયાણા, ચંદીગઢ, પંજાબ, રાજસ્થાન અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના મોટાભાગના વિસ્તારોમાં છેલ્લા 24 કલાકમાં લઘુત્તમ તાપમાન 6 થી 9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. આ તરફ પૂર્વ યુપી અને ઉત્તર-પશ્ચિમ મધ્ય પ્રદેશમાં લઘુત્તમ પારો 10 થી 12 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહ્યો તો બિહાર, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા અને પશ્ચિમ બંગાળના ભાગોમાં લઘુત્તમ તાપમાન 13 થી 15 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે.