ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં પણ કડકડતી ઠંડી અનુભવાઈ જ્યારે રાજધાની દિલ્હી ધુમ્મસમય બની ગયું
રાષ્ટ્રીય રાજધાની દિલ્હી સહિત ઉત્તર ભારતના તમામ રાજ્યોમાં ઠંડીમાં વધારો થયો છે. ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં પણ કડકડતી ઠંડી અનુભવાઈ રહી છે. જ્યારે રાજધાની દિલ્હી ધુમ્મસમય બની ગયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી બે દિવસ સુધી પંજાબ, હરિયાણા સહિત ઘણા રાજ્યોમાં ઘનઘોર ધુમ્મસ જોવા મળી શકે છે.
- Advertisement -
કેવું રહેશે દિલ્હીનું તાપમાન ?
રાજધાની દિલ્હીની વાત કરીએ, તો આજે એટલે કે 24મી ડિસેમ્બરે મધ્યમથી ગાઢ ધુમ્મસ રહી શકે છે. તો આજે દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 5 ડિગ્રી અને મહત્તમ તાપમાન 20 ડિગ્રી નોંધવામાં આવી શકે છે. IMD દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર 25 અને 26 ડિસેમ્બરે દિલ્હીમાં ઠંડીનું મોજું પ્રવર્તી શકે છે. આ બે દિવસમાં લઘુત્તમ તાપમાન 4 ડિગ્રી નોંધાઈ શકે છે.
ઉત્તર પ્રદેશમાં કેવું રહેશે હવામાન?
- Advertisement -
ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં આજે લઘુત્તમ તાપમાન 11 ડિગ્રી અને મહત્તમ તાપમાન 25 ડિગ્રી નોંધાઈ શકે છે. આજે લખનૌમાં ગાઢ ધુમ્મસ પણ જોવા મળી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 48 કલાક સુધી યુપીમાં ગાઢથી ઘનઘોર ધુમ્મસની સંભાવના છે. 48 કલાક પછી યુપીના ઘણા વિસ્તારોમાં સતત બેથી ત્રણ દિવસ સુધી ગાઢ ધુમ્મસ રહેશે. યુપીના ગોરખપુરમાં લોકોને બોનફાયરનો આશરો લેવાની ફરજ પડી છે.
આ રાજ્યમાં ઠંડી તો અહી વરસાદની સંભાવના
હવામાન આગાહી એજન્સી સ્કાયમેટ અનુસાર, પંજાબ અને હરિયાણામાં ગાઢથી ખૂબ ગાઢ ધુમ્મસ અને ઉત્તર રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, બિહારના ભાગો, ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને ત્રિપુરામાં ગાઢ ધુમ્મસની શક્યતા છે. તો પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં અને પૂર્વ ઉત્તર પ્રદેશમાં એક કે બે સ્થળોએ ઠંડા દિવસથી લઈને અત્યંત ઠંડા દિવસ સુધીની સ્થિતિ શક્ય છે. આ સાથે આંદામાન અને નિકોબાર ટાપુઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. જ્યારે કોસ્ટલ આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં એક કે બે જગ્યાએ હળવો વરસાદ પડી શકે છે.