પુજીત રૂપાણી ટ્રસ્ટ અને આસ્થા એન્કોલોજી હેલ્થ કેરના સંયુક્ત ઉપક્રમે આયોજન
ભાવનગર રોડ પરની RMC પૂર્વ ઝોન કચેરી સામે મયુરનગર-1 ‘કિલ્લોલ’માં કેમ્પ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
શહેરના જરૂરિયાતમંદ નાગરિકોના આરોગ્ય, શિક્ષણ તેમજ સામાજિક વિકાસ ક્ષેત્રે છેલ્લા 24 વર્ષથી કાર્યરત પુજીત રૂપાણી મેમો. ટ્રસ્ટ, રોટરી કલબ ઓફ રાજકોટ મીડટાઉન તથા અમદાવાદ સ્થિત ગુજરાતની નામાંકિત આસ્થા ઓન્કોલોજી એસોસિયેટસ હેલ્થ કેર ગ્લોબલ (ઇંઈૠ)નાં સંયુકત ઉપક્રમે છેલ્લા એક દસકાથી સમગ્ર વિશ્ર્વને ભરડામાં લઈ લેનાર રોગ કેન્સરને નાથવા દર શનિવારે સવારે ટ્રસ્ટના ભવન ખાતે ‘કેન્સર અવેરનેસ તથા નિદાન પ્રોગ્રામ’ હાથ ધરાયો છે. પુજીત રૂપાણી ટ્રસ્ટના ઉપક્રમે આ નિદાનની સેવાનો રાજકોટ ઉપરાંત સમગ્ર સૌરાષ્ટ્ર તથા કચ્છના પેશન્ટ પણ અગાઉથી રજીસ્ટ્રેશન કરાવી લાભ લઈ શકશે. પરિણામે તેમનો અમદાવાદ જવા આવવાનો ખર્ચ તથા સમય બચી જશે.
જે અંતર્ગત તા. 4-1-2025 શનિવારે હાડકાના કેન્સર નિષ્ણાંત ડો. મયુર કમાણી પુજીત રૂપાણી મેમો. ટ્રસ્ટ ‘કિલ્લોલ’, 1-મયુરનગર, રાજકોટ મહાનગરપાલિકા પૂર્વ ઝોન કચેરી સામે, ભાવનગર રોડ, રાજકોટ (ફોન નં.2704545) ખાતે નિ:શુલ્ક કેન્સર નિદાન કરી અપાશે. જેનો સમય સવારે 9થી 10 વાગ્યા સુધીનો રહેશે. રજીસ્ટ્રેશન રૂબરૂ અથવા ફોનથી પણ કરાવી શકાશે. જેનો વિનામૂલ્યે લાભ લેવા ટ્રસ્ટના ચેરમેન વિજયભાઈ રૂપાણી તથા ટ્રસ્ટી અંજલિબેન રૂપાણીએ અનુરોધ કર્યો છે.
- Advertisement -
સાથોસાથ અચાનક દેખાદેતા આ રોગને ઉગતો જ ડામવા માટે તેના ચિહનો ઓળખી લઈ અગાઉથી નિદાન કરી લેવાથી તેને મહાત કરવાનું સરળ થઈ જાય છે. માટે નીચે દર્શાવેલા લક્ષણો પૈકી કોઈપણ એક દેખાય તો પણ લેશમાત્ર આળસ કે બેદરકારી દાખવ્યા સિવાય નિદાન કરાવી લેવું જોઈએ. આ લક્ષણો નીચે મુજબ છે.
વર્તમાન સમયમાં ખોટા પ્રકારની લાઈફ સ્ટાઈલ તથા અતિ ખર્ચાળ મેડીકલ ટ્રીટમેન્ટ વચ્ચે કઈ કઈ સાવચેતી રાખીને કેન્સરથી બચી શકાય અને થયું હોય તો વિનામૂલ્યે નિદાન કરાવી મહામૂલી જિંદગી બચાવી શકાય તે માટે હવે શહેરમાં શરૂ થનારી ઝુંબેશનો લાભ એક્સપર્ટ ઓપીનીયન દ્વારા મેળવી રાજકોટ, સૌરાષ્ટ્ર તથા કચ્છના પ્રજાજનો નિશ્ર્ચિંત બની શકશે. ઉલ્લેખનીય છે કે આરોગ્ય ક્ષેત્રે જરૂરિયાતમંદ પ્રજાજનોની સેવાઓ માટે પુજીત રૂપાણી ટ્રસ્ટના મુખ્ય બિલ્ડીંગમાં ઘઙઉ સેન્ટર પણ કાર્યરત છે. જેમાં માત્ર દસ રૂપિયામાં નિદાન તથા સારવારનો લાભ મેળવી શકાય છે તથા શહેરના નિષ્ણાંત તબીબોની સેવાઓ પણ મેળવી શકાય છે. દર બુધવારે સવારે 9થી 12 વિનામૂલ્યે નિદાન તથા સારવાર મેળવી શકાય છે.
આ ઉપરાંત ટ્રસ્ટમાં રાહતદરે લેબોરેટરી, એકસ-રે તથા ફિઝીયોથેરાપીની સુવિધાઓ ઉપલબ્ધ છે. ટ્રસ્ટના મેડિકલ સેન્ટરમાં ચેરમેન વિજયભાઈ રૂપાણી તથા ટ્રસ્ટીઓ પ્રવિણભાઈ રૂપાણી, અંજલિબેન રૂપાણી, રંજનબેન રૂપાણી, મહેશભાઈ ભટ, રાજેશભાઈ રૂપાણી, મેહલભાઈ રૂપાણી તથા અમીનેશભાઈ રૂપાણી સહિતનાઓના માર્ગદર્શન હેઠળ ચાલતા આ પ્રોજેકટમાં સેવાઓ આપવા માટે ટ્રસ્ટની મેડિકલ કમિટીના મેમર્બ્સ અંજલિબેન રૂપાણી, મહેશભાઈ ભટ, ડો. જૈમનભાઈ ઉપાધ્યાય, ડો. નયનભાઈ શાહ, ડો. વિભાકરભાઈ વચ્છરાજાની, દિવ્યેશભાઈ પટેલ, બિપીનભાઈ વસા તથા શૈલેષભાઈ લોટીયા કાર્યરત છે. વિશેષ માહિતી માટે ટ્રસ્ટના વહીવટી અધિકારી ભાવેનભાઈ ભટ્ટનો પુજીત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ ખાતે રૂબરૂ અથવા ફોન નં. 0281-2704545 દ્વારા સંપર્ક સાધવા
જણાવાયું છે.
સારકોમાં કે હાડકાના કેન્સરના લક્ષણો
1. હાડકા કે સ્નાયુમાં લાંબા સમયથી દુખતું હોય
2. હાડકામાં દુખાવો થવો કે સોજો આવવો
3. હાડકા કે સ્નાયુમાં ગાંઠ કે ધીમે ધીમે ગાંઠની સાઈઝ વધવી
4. હાડકા, માંસપેશીઓ, સ્નાયુઓ, ધમની કે નસોમાં થઇ શકે
5. હાથ પગ કે કરોડરજ્જુમાં થવાની સંભાવના વધુ હોય છે.