શ્રી રામ મંદિર, સીએમ યોગી અને STF ચીફને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો એક સનસનાટી ભર્યો મામલો સામે આવ્યો છે. આ ધમકીભર્યો ઈ-મેલ ભારતીય કિસાન મંચના રાષ્ટ્રીય અધ્યક્ષ દેવેન્દ્ર તિવારીને મોકલવામાં આવ્યો છે. જેમાં તેમને પણ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. આરોપીએ પોતાને ISI સાથે જોડાયેલો ગણાવ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અયોધ્યા મુલાકાતના બીજા જ દિવસે શ્રી રામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો એક સનસનીખેજ મામલો પ્રકાશમાં આવ્યો છે. આ સાથે જ યુપીના સીએમ યોગી આદિત્યનાથ અને યુપી STF ના વડા અમિતાભ યશને બોમ્બથી મારવાની પણ ચર્ચા છે. ISI સાથે સંકળાયેલા હોવાનો દાવો કરતા એક આરોપીએ આ ધમકી ઈ-મેલ દ્વારા આપી છે. જે ભારતીય કિસાન મંચના રાષ્ટ્રીય અધ્યક્ષ દેવેન્દ્ર તિવારીને મોકલવામાં આવી છે. આ મામલામાં લખનઉના સુશાંત ગોલ્ફ સિટી પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી છે.
- Advertisement -
આરોપી આતંકી સંગઠન ISI સાથે જોડાયેલો
માહિતી અનુસાર ભારતીય કિસાન મંચ અને રાષ્ટ્રીય ગાય પરિષદ સાથે જોડાયેલા દેવેન્દ્ર તિવારીને 27 ડિસેમ્બરે બપોરે 2:07 વાગ્યે એક ઈ-મેલ મળ્યો હતો. વાંધાજનક શબ્દોનો ઉપયોગ કરીને આરોપીએ અયોધ્યામાં શ્રી રામ મંદિર, યુપીના સીએમ યોગી આદિત્યનાથ અને એસટીએફ ચીફ અમિતાભ યશને ઉડાવી દેવાની ધમકી આપી છે. ઈ-મેલ મોકલનાર વ્યક્તિનું નામ ઝુબેર હુસૈન ખાન હોવાનું જાણવા મળી રહ્યું છે. તેનું કહેવું છે કે તે આતંકી સંગઠન ISI સાથે જોડાયેલો છે. આ ત્રણ લોકોના કારણે તે પરેશાન છે.
आज दिनांक 27 दिसंबर 2023 को दोपहर 2:07 पर उत्तर प्रदेश के मुख्यमंत्री माननीय योगी आदित्यनाथ जी, एसटीएफ के चीफ श्री अमिताभ यश जी एवं मुझे फिर से zuber khan नाम के व्यक्ति द्वारा जान से मारने का ईमेल प्राप्त हुआ है। जिसको लेकर मैं इस खबर के साथ प्राप्त हुई मेल की फोटोकॉपी संलग्न… pic.twitter.com/P1hYb9BtJV
— Devendra Tiwari (@iDevendraBKM) December 27, 2023
- Advertisement -
ઝુબેરખાન નામનાં વ્યક્તિ દ્વારા જાનથી મારી નાંખવાનો ઈમેલ મળ્યો
આ સંદર્ભમાં દેવેન્દ્ર તિવારીએ તેમના X એકાઉન્ટ પર પોસ્ટ કરી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, આજે તા. 27 ડિસેમ્બર 2023 નાં બપોરે 2.07 કલાકે ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી, એસટીએફ ચીફ અમિતાભ યથ અને મને ફરી ઝુબેર ખાન નામના વ્યક્તિ દ્વારા જાનથી મારી નાંખવાનો ઈમેલ મળ્યો છે. આ પોસ્ટ સાથે મળેલ ધમકી ભર્યા મેઈલનો ફોટો પણ મુકુ છું. અને સરકાર અને વહીવટીતંત્ર પાસેથી સુરક્ષાની વિશેષ તપાસની માંગ કરું છું. જો આ અંગે ધ્યાન લેવામાં નહીં આવે, તો કદાચ હું સ્વીકારીશ કે મારો નંબર પણ બિન-સમુદાયના આ જેહાદી વ્યક્તિઓ દ્વારા બ્લેકલિસ્ટ કરવામાં આવ્યો છે. બહુ જલ્દી હું પણ ગાય સેવાના નામે શહીદ થઈ જઈશ.
અગાઉ પણ દેવેન્દ્ર તિવારીનાં ઘરે ધમકી ભર્યો પત્ર મળ્યો હતો
આ મામલાની નોંધ લેતા યુપી-112ના ઈન્સ્પેક્ટરની ફરિયાદ પર સુશાંત ગોલ્ફ સિટી પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. લખનૌ પોલીસની સાથે એટીએસ પણ આ કેસની તપાસમાં જોડાઈ છે. આઈપી એડ્રેસ દ્વારા ઈ-મેલ મોકલનારનું લોકેશન ટ્રેસ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ પહેલા પણ લખનૌના આલમબાગમાં રહેતા દેવેન્દ્ર તિવારીના ઘરે એક બેગમાંથી ધમકીભર્યો પત્ર મળ્યો હતો. તેમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સાથે દેવેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે દેવેન્દ્રએ ગેરકાયદેસર કતલખાનાઓ વિરુદ્ધ કોર્ટમાં પીઆઈએલ દાખલ કરી હતી. જેના કારણે તેને સતત ધમકીઓ મળી રહી હતી. જો કે તે સમયે પોલીસ આરોપીઓને શોધી શકી ન હતી.
અગાઉ યોગી આદિત્યનાથને પણ ધમકી ભર્યો મેસેજ મળ્યો હતો
મળકી માહિતી મુજબ આ વર્ષે એપ્રિલમાં પણ યુપીના સીએમ યોગી આદિત્યનાથને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. તે સમયે આરોપીએ ડાયલ 112 પર મેસેજ કરીને ધમકી આપી હતી. આ મામલે કેસ પણ નોંધવામાં આવ્યો હતો. જે મુજબ સીએમ યોગી આદિત્યનાથને યુપી 112 હેડક્વાર્ટર ખાતે 23 એપ્રિલે રાત્રે 8:22 વાગ્યે સોશિયલ મીડિયાના વોટ્સએપ ડેસ્ક પર ધમકીભર્યો સંદેશ મળ્યો હતો. જેમાં લખવામાં આવ્યું હતું કે, ‘હું યોગી સીએમને જલ્દી મારી નાખીશ’ આ ધમકી બાદ સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર છે.