કેરળના કન્નુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના કાર્યાલય પર બોમ્બ ફેંકાયો હતો. જેના કારણે સમગ્ર વિસ્તારમાં નસનાટી ફેલાઈ ગઈ છે.
કેરળના કન્નુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના કાર્યાલય પર મંગળવારે સવારે હુમલો થયો હતો. આ હુમલો બોમ્બ દ્વારા કરવામાં આવ્યો હતો, જેમાં બારીઓનાં કાચ તૂટયા હોવાનું માલૂમ પડ્યું છે. આગળ પોલીસ તપાસ કરવમાં આવી રહી છે.
- Advertisement -
કેરળના કન્નુર જિલ્લાના પયાનુર ખાતે આરએસએસ કાર્યાલય પર બોમ્બ ફેંકવામાં આવતા વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ છે. પયન્નુર પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના આજે સવારે બની હતી, હુમલામાં બિલ્ડિંગની બારીના કાચ તૂટી ગયા હતા. વધુ તપાસ ચાલુ છે. હાલ આ ઘટનામાં કોઈ જાન-માલના નુકસાનના અહેવાલ નથી.
Kerala | Bomb hurled at RSS office in Payyannur, Kannur district. The incident happened early this morning with window glasses of the building broken in the attack, as per Payyannur police
— ANI (@ANI) July 12, 2022
- Advertisement -