દરેક લોકોએ નવા વર્ષ 2024ને પોતાની સ્ટાઇલમાં આવકાર્યું છે. એવામાં 2023 માં લગ્નના તાંતણે બંધાયેલ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીએ પણ ન્યુ યર સેલિબ્રેશનની તસવીર શેર કરી છે.
નવું વર્ષ 2024 આવી ગયું છે અને દરેક લોકોએ તેને પોતાની સ્ટાઇલમાં આવકાર્યું છે. સામાન્ય માણસથી લઈને બૉલીવુડના સેલેબ્સ હાલ એમના નવા વર્ષની ઉજવણીની તસવીરો શેર કરી રહ્યા છે. દરેક સેલિબ્રિટિઝ એમના ન્યુ યર સેલિબ્રેશનના ફોટોસ્ અને વિડીયો શેર કરી રહ્યા છે. એવામાં 2023 માં લગ્નના તાંતણે બંધાયેલ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીએ પણ ન્યુ યર સેલિબ્રેશનની તસવીર શેર કરી છે.
- Advertisement -
કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ તેમના લગ્ન પછી પ્રથમ નવું વર્ષ ઉજવ્યું છે. આ કપલે પહેલી જાન્યુઆરીએ તેમના નવા વર્ષની રજાની ઝલક બતાવી હતી. જેમાં એમને 2024 માં બરફથી ઢંકાયેલા પર્વતો વચ્ચે સ્કી કરવાનું નક્કી કર્યું. ફોટો શેર કરતી વખતે, કિયારાએ કેપ્શનમાં લખ્યું, “2023 – આભાર માનવા માટે ઘણું બધુ છે. 2024-તમારા માટે આવી રહ્યા છીએ બેબી…હેપી ન્યૂ યર…’
View this post on Instagram- Advertisement -
કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાની આ તસવીર હાલ સોશિયલ મડિયા પર વાયરલ થઈ છે. બંનેએ ફિલ્મ શેરશાહમાં સાથે કામ કર્યું હતું અને આ જોડી બ્લોકબસ્ટર હિટ રહી હતી. સિદ્ધાર્થ અને કિયારાએ ગયા વર્ષે 7 ફેબ્રુઆરી, 2023ના રોજ રાજસ્થાનના જેસલમેરમાં પરંપરાગત વિધિથી લગ્ન કર્યા હતા. બંનેના લગ્નના વીડિયોની ખૂબ ચર્ચા થઈ હતી. કિયારા હાલમાં ગેમ ચેન્જર નામની તેલુગુ ફિલ્મનું શૂટિંગ કરી રહી છે. તે વોર 2 માં પણ જોવા મળશે. સિદ્ધાર્થની વાત કરીએ તો અમે તેને છેલ્લે મિશન મજનુમાં જોયો હતો. તે તેની આગામી ફિલ્મ યોદ્ધાનું શૂટિંગ કરી રહ્યો છે.
કિયારા અને સિદ્ધાર્થના આ ફોટો પર ચાહકો પણ પ્રેમ વરસાવી રહ્યા છે અને કોમેન્ટ કરીને તેના વખાણ કરી રહ્યા છે. કરણ જોહરે આ પોસ્ટ પર હાર્ટ ઇમોજીસનો વરસાદ કર્યો છે. મનીષ મલ્હોત્રા પણ હાર્ટ ઇમોજી વડે પ્રેમ વરસાવી રહ્યો છે. નવા વર્ષની શુભકામના આપતી વખતે એક વ્યક્તિએ લખ્યું, ‘હેપ્પી ન્યૂ યર મિસ્ટર એન્ડ મિસિસ મલ્હોત્રા.’ જ્યારે અન્ય એક વ્યક્તિએ કહ્યું, ‘યે દિલ માંગે મોર મોમેન્ટ્સ સ્વિટ્ઝર્લેન્ડથી.’ આ સિવાય બીજા ઘણા ફેન્સે પણ નવા વર્ષની શુભેચ્છા પાઠવી છે.