બોલિવુડ સિંગર KKનું નિધન: 23-08-1968 થી 01-06-2022
ફેમસ બોલિવુડ સિંગર કેકેનુ 53 વર્ષની વયે નિધન થઈ ગયુ છે. કોલકત્તામાં હ્રદયરોગનો હુમલો આવવાથી તેમનુ મોત થયુ. બોલિવુડ ગાયક કૃષ્ણકુમાર કુન્નાથ(ઊંઊં)નું એ સમયે નિધન થયુ જ્યારે તે કોલકત્તાના નજરુલ મંચમાં એક સંગીત કાર્યક્રમમાં પર્ફોર્મન્સ આપી રહ્યા હતા. કોલકત્તામાં મેડિકલ રિસર્ચ ઈન્સ્ટીટ્યુટ (ઈખછઈં) પહોંચતા પહેલા તેમનુ મોત થઈ ચૂક્યુ હતુ. બોલિવૂડ સિંગર કૃષ્ણકુમાર કુનાથ (કેકે) મંગળવારે રાત્રે કોન્સર્ટ માટે કોલકત્તામાં હતા. સ્ટેજ પર જ 53 વર્ષીય ગાયકાની તબિયત અચાનક બગડી હતી. કોન્સર્ટ પછી કેકે અચાનક પડી ગયા. તેમને શહેરની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. રાત્રે લગભગ 10 વાગ્યે કોલકાતાની સીએમઆરઆઈ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા ત્યાં સુધીમાં તેમનું મૃત્યુ થઈ ગયું હતું. કેકેના નિધનથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કલાકારો અને સંગીતપ્રેમીઓ દુ:ખી છે. પીએમ મોદીએ ટ્વીટ કરીને ગાયકના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
- Advertisement -
વડાપ્રધાને તેમના ટ્વીટમાં લખ્યું, ’કેકે તરીકે જાણીતા ગાયક કૃષ્ણકુમાર કુન્નાથના અકાળ અવસાનથી દુ:ખી છુ. તેમના ગીતોમાં લાગણીઓની વિશાળ શ્રેણી દર્શાવવામાં આવી હતી, જે તમામ વય જૂથોના લોકો સાથે સંકળાયેલી હતી. આપણે તેમને તેમના ગીતો દ્વારા હંમેશા યાદ રાખીશુ. તેમના પરિવાર અને ચાહકો પ્રત્યે સંવેદના. શાંતિ.’
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટમાં લખ્યું, ’ઊંઊં ખૂબ જ પ્રતિભાશાળી અને બહુમુખી ગાયક હતા. તેમનુ અકાળે અવસાન ખૂબ જ દુ:ખદ છે અને ભારતીય સંગીત માટે મોટી ખોટ છે. પોતાના તેજસ્વી અવાજથી તેમણે અસંખ્ય સંગીત પ્રેમીઓના મન પર અમીટ છાપ છોડી છે. તેમના પરિવાર અને ચાહકો પ્રત્યે મારી ઊંડી સંવેદના. ઓમ શાંતિ શાંતિ’.
કેકેનું આખું નામ કૃષ્ણકુમાર કુન્નાથ
ગાયક કેકેનુ આખુ નામ કૃષ્ણકુમાર કુન્નાથ હતું. તેમનો જન્મ 23 ઓગસ્ટ 1968ના રોજ હિંદુ મલયાલી માતા-પિતાને ત્યાં થયો હતો. પિતા સી.એસ. મેનન અને માના કુનાથ કનકવલ્લી. કેકેએ દિલ્હીની માઉન્ટ સેન્ટ મેરી સ્કૂલમાં અભ્યાસ કર્યો છે. બાદમાં તેમણે દિલ્હી યુનિવર્સિટીની કિરોડીમલ કોલેજમાંથી સ્નાતક કર્યુ. વર્ષ 1991માં કેકેએ તેમના બાળપણના પ્રેમ જ્યોતિ સાથે લગ્ન કર્યા. તેમને નકુલ કૃષ્ણ કુન્નાથન એક પુત્ર અને એક પુત્રી છે.
છોડ આયે હમ વો ગલિયા..!
- Advertisement -
ગુલઝારની માચીસ (1996)ના ગીતો ‘છોડ આયે હમ વો ગલિયા’ અને ‘આવારાપન-બંજારપન’ ખૂબ જ હીટ થયા. કેકેએ ’હમ દિલ દે ચૂકે સનમ’ (1999)નુ લોકપ્રિય ગીત ’તડપ તડપ કે ઇસ દિલ સે આહ નીક્લતી રહી’ ગાયુ હતુ. જેનાથી તેમને ખ્યાતિ મળી બાદમાં તેમણે શાકા લાકા બૂમ બૂમ, જસ્ટ મોહબ્બત, કુછ ઝુકી સી પલકે, કાવ્યાંજલિ, હીપ હીપ હુરે જેવી ઘણી ટેલિવિઝન સિરિયલોમાં પણ ગાયુ. કેકેએ 2008માં હમ ટીવી પર પ્રસારિત થયેલા પાકિસ્તાની ટીવી શો ધ ઘોસ્ટ માટે ’તન્હા ચલા’ ગીત પણ ગાયુ હતુ.
બે વર્ષની ઉંમરે પ્રથમ વખત સ્ટેજ પર ગીત ગાયું
બે વર્ષની ઉંમરે કેકેએ પ્રથમ વખત સ્ટેજ પર ગીત ગાયુ હતુ. તેમના ઘરમાં દરેક વ્યક્તિ સંગીતના પૂજારી હતા. માતા ગાયિકા હતી અને પિતા સંગીતના શોખીન હતા.
4 વર્ષની ઉંમરે 11 ભાષાઓ, 3500 જિંગલ ગાઈ ચૂક્યા હતા
કેકેએ હિન્દી ઉપરાંત હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, મરાઠી, બંગાળી, આસામી અને ગુજરાતી ભાષાઓમાં ગીતો ગાયા છે. 4 વર્ષની ઉંમરે કેકેએ 11 ભાષાઓમાં 3,500 જિંગલ્સ ગાયા હતા. બોલિવૂડમાં પગ મૂકતા પહેલા જ કેકે સંગીતની દુનિયામાં ફેમસ થઈ ગયા હતા.
કેકે ચહેરા અને માથા પર ઈજાના નિશાન
53 વર્ષની ઉંમરમાં બોલિવુડના જાણીતા ગાયક કૃષ્ણ કુમાર કુન્નથ ઉર્ફે કેકેનુ નિધન થઈ ગયુ. તેમનુ નિધન કોલકત્તામાં 31 મેની રાતે લાઈવ શો બાદ થયુ છે. તેમના નિધનના સમાચાર આવ્યા પછી કોઈને આના પર વિશ્વાસ નહોતો થયો. જો કે, હવે કોલકત્તા પોલિસે ’અસામાન્ય મોત’નો કેસ દાખલ કર્યો છે. આ કેસ સિંગરના ચહેરા અને માથા પર ઈજાના નિશાન મળ્યા બાદ નોંધવામાં આવ્યો છે.