ગૌરી ખાન, ફરાહ ખાન, મહીપ કપૂર, સીમા સચદેવ સહિતની સેલિબ્રિટીઓ ઉપસ્થિત
- Advertisement -
બોલિવુડના પ્રોડયુસર અને ડાયરેક્ટર કરણ જોહરનો આજે 25મી મેએ 50મો જન્મદિવસ છે. ‘કુછ કુછ હોતા હૈ’, ‘કભી અલવિદા ના કહેના’ ‘કલ હો ના હો’ જેવી સુપરહિટ ફિલ્મોના સર્જક કરણ જોહરે અડધી રાત્રે પોતાનો જન્મ દિવસ ઉજવ્યો ત્યારે મિડનાઇટ બર્થ ડે સેલિબ્રેશનમાં બોલિવુડની સેલિબ્રીટીઓ ફરાહ ખાન, ગૌરી ખાન, અયાન મુખર્જી, અપૂર્વ મહેતા, મહીપ કબપૂર, સીમા સચદેવ, ફેશન ડીઝાઈનર મનીષ મલ્હોત્રા સામેલ થયા હતા.
ફરાહ ખાને સોશિયલ મીડિયામાં કરણના ઘરનો વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં કરણના કપડાં, જૂતાં જોઇ શકાય છે. મહીપ કપૂરે શેર કરેલા વીડિયોમાં કરણન ઘરનું ડેકોરેશન જોઇ શકાય છે.
- Advertisement -
કરણ જોહરે થ્રી ટાયર કેક કાપી હતી. જ્યારે ડીનરમાં રોસ્ટ ચિકન, સ્પિન્ચ એન્ડ ટોફુ સલાડ જેવી આઈટમ્સ હતી. પોતાના 50મા જન્મદિવસની પાર્ટી કરણ યશરાજ સ્ટુડિયોમાં આપશે. જેમાં ધર્મા પ્રોડકશનના તમામ ડિરેક્ટર્સ સામેલ થશે.