મોરબીના વાવડી ગામે મંડપનું કામ કરીને અંજાર પરત જતી વખતે કારીગરોને નડ્યો અકસ્માત
ખાસ-ખબર સંવાદદાતા
મોરબીના ગાળા ગામના પાટીયા પાસે બોલેરો ગાડીનું ટાયર અચાનક ધડાકાભેર ફાટતા અકસ્માત સર્જાયો હતો જેમાં કારમાં બેઠેલા 9 લોકોને ઈજાઓ પહોંચી હતી. આ તમામ મોરબીના વાવડી ગામે મંડપનું કામ પૂરું કરીને પરત અંજાર જઈ રહ્યા હતા ત્યારે ગાળા પાસે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતના બનાવ અંગે મળતી માહિતી મુજબ મૂળ ગોધારાના વતની અને હાલ કચ્છના અંજારમાં મંડપ સર્વિસમાં કામ કરતા 9 જેટલા મંડપ સર્વિસના કારીગરો બોલેરો કારમાં મોરબીના વાવડી ગામે કોઈ પ્રસંગ માટે મંડપનું કામ કરવા આવ્યા હતા અને નાની વાવડી ગામે મંડપનું કામ પતાવીને આ બધા કારીગરો પોતાની બોલેરો કારમાં બેસીને પરત અંજાર જતા હતા ત્યારે મોરબીના ગાળા ગામના પાટીયા પાસે બોલેરો ગાડીનું અચાનક ધડાકાભેર ટાયર ફાટતા અકસ્માત સર્જાયો હતો.
- Advertisement -
આ અકસ્માતમાં ઈશ્વર બુધા નાયક (ઉં.વ. 19), અશ્વિન રંગીત બારીયા, કાળું નાયક (ઉં.વ. 20), રાજેશ છત્રક બારીયા (ઉં.વ. 24), રમેશ ડામોર (ઉં.વ. 30), વિક્રમ રંગીત બારીયા (ઉં.વ. 27), દિલીપ ડામોર (ઉં.વ. 30) અને અન્ય બે લોકોને સામાન્ય સહિત 9 લોકોને ઈજાઓ થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.