ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં અપહરણ થયેલી 13 વર્ષની બાળાનો મૃતદેહ ગઈ કાલે રાત્રે મળ્યો હતો. પોલીસે હત્યાની આશંકાએ તપાસ હાથ ધરી છે. આજી જીઆઇડીસી વિસ્તારમાં અમૂલ ઇન્ડસ્ટ્રીના બંધ કારખાનામાંથી મૃતદેહ મળ્યો હતો. આજીડેમ પોલીસ, ક્રાઈમ બ્રાંચ સહિતની ટીમો દોડી ગઈ હતી. સગીરા લાકડા લેવા ગઈ હતી અને બે દિવસથી ગુમ હતી. પરિવારે પોતાની રીતે તપાસ કર્યા બાદ ગઈકાલે અપહરણની ફરિયાદ નોંધાવી હતી. તમામ દિશામાં તપાસનો ધમધમાટ શરૂ છે.
ગુમ બાળાનો મૃતદેહ અર્ધ નગ્ન હાલતમાં હતો. દોરડાથી હાથ બાંધ્યા હતા. બનાવ અંગે આજીડેમ પોલીસ મથકે અમદાવાદ હાઇવે પર આવેલ યુવરાજનગર વિસ્તારમાં રહેતી તરુણીની માતાએ પોતાની ફરિયાદ નોંધાવી હતી. અને જણાવ્યું હતું કે, તેઓ મૂળ રાજસ્થાનના વતની છે. અને તેઓ વર્ષોથી રાજકોટમાં રહે છે. તેના પતિ ડ્રાઇવિંગ કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.
- Advertisement -
પોલીસે મૃતદેહનુ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવી વિશેષ કાર્યવાહી હાથ ધરી છે. રાધા મંગળવારે સાંજે લાપતા થઈ હતી. 13 વર્ષની સગીરાના અપહરણ બાદ તેનો મૃતદેહ મળવાના બનાવના પગલે ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ દોડી ગયા હતા. તેમણે સગીરાના પરિવારને સાંત્વના
આપી હતી.



