થોડા દિવસો પહેલા જ અમેરિકાના કેલિફોર્નિયાના પંજાબના એક પરિવારના અપહરણના સમાચારે હટકંપ મચાવી હતી, ત્યારે આજે તેમના મોતના સમાચારે ચકચાર મચાવ્યો છે. જેમાં એક 8 વર્ષની બાળકીનો પણ સમાવેશ થાય છે.
મર્સ્ડ કાઉન્ટી શેરિફ વર્ન વાર્નકે જણાવ્યું કે, આ એક ભયાનક અને ભયજનક બાબત છે. અપહરણ થયેલા પરિવારના મૃતદેહો તે જ વિસ્તારમાં મળ્યા છે.
- Advertisement -
અમેરિકન પોલીસના જણાવ્યા અનુસાર, ચાર લોકોને છેલ્લી 3 ઓક્ટોમ્બરના દક્ષિણ હાઇવે 59થી 800 બ્લોકથી જબરજસ્તી અપહરણ કરવામાં આવ્યા હતા. પરંતુ હજુ સુધી પોલીસે કોઇ પણ શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી નથી.
ઉલ્લેખનીય છે કે, આ પીડિત પરિવારના અમેરિકામાં પોતાનો ટ્રાંસપોર્ટ બિઝનેસ છે. આ પરિવાર પંજાબના હોશિયારપુર જિલ્લાના ટાંડાના હરસી ગામના રહેનારા છે. આ પહેલા કેલિફોર્નિયા પોલીસએ આ કેસમાં એક 48 વર્ષના વ્યક્તિની ધરપકડ કરી હતી. આ વ્યક્તિએ સુસાઇડની કોશિશ પણ કરી હતી, જેથી તેની હાલત ગંભીર છે.
આ અપહરણ થયેલા પરિવારના સભ્યોમાં જસદિપ સિંહ(36 વર્ષ), તેમની પત્ની જસલીન કૌર(27 વર્ષ), તેમની આઠ મહિનાની દિકરી અરૂહી ધેરી, એક બીજી વ્યક્તિ અમનદીપ સિંહ(39 વર્ષ)નો સમાવેશ થાય છે.
- Advertisement -