જિલ્લા કલેકટર પ્રભવ જોષી દ્વારા રક્તદાન કરવા માટે અપીલ કરવામાં આવી
14 જૂન વિશ્વ રક્તદાન દિવસ નિમિત્તે રાજકોટ સિવિલ હોસ્પિટલના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું આયોજન કલેકટર વિભાગની સીટી પ્રાંત 1 કચેરી ખાતે રક્તદાન નું આયોજન કરવામાં આવ્યુ હતું રોજબરોજ સિવિલ હોસ્પિટલ માં થેલેસિમિયાગ્રસ્ત લોકો ને 600 બોટલ રક્તની જરૂર પડે છે અને બીજા દર્દીઓને રક્તની આશરે 80 થી 100 બોટલ ની જરૂર પડતી હોય છે.જેમાં જિલ્લા કલેકટર પ્રભાવ જોશી દ્વારા સ્વસ્થ લોકોને રક્તદાન પ્રત્યે જાગરૂક થવા અને રક્તદાન કરવા માટે અપીલ કરવામાં આવી હતી.