– સેનાનું સર્ચ ઓપરેશન શરૂ
- રાજૌરી જિલ્લાના નૌશેરા વિસ્તારમાં લેન્ડમાઈન બ્લાસ્ટમાં એક જવાન શહીદ થયો તો બે સૈનિકો ઘાયલ થયા
જમ્મુ-કાશ્મીરના રાજૌરીથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, રાજૌરી જિલ્લાના નૌશેરા વિસ્તારમાં લેન્ડમાઈન બ્લાસ્ટમાં એક જવાન શહીદ થયો હતો. બે સૈનિકો ઘાયલ થયા છે, જેમાંથી એક જવાનની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.
- Advertisement -
જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લાના નૌશેરા વિસ્તારમાં ફોરવર્ડ ડિફેન્સ લાઇન (FDL)થી લગભગ 300 મીટર દૂર 80મી ઇન્ફન્ટ્રી બ્રિગેડ હેઠળની 17મી શીખ લાઇટ બટાલિયનની જવાબદારી (AOR)ના વિસ્તારમાં સવારે 10:30 વાગ્યે આ ઘટના બની હતી. જ્યારે વિસ્ફોટ થયો ત્યારે સેનાના ત્રણ જવાન નિયંત્રણ રેખા પર નિયમિત દેખરેખ કરી રહ્યા હતા.
આ તરફ વિસ્ફોટ બાદ સૈનિકોને તાત્કાલિક એરલિફ્ટ કરીને ઉધમપુરની કમાન્ડ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ગંભીર રીતે ઘાયલ એક જવાન સ્થળ પર જ શહીદ થયો હતો. બે જવાનોને તાત્કાલિક હવાઈ માર્ગે સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. સેનાએ હજુ સુધી શહીદ જવાન વિશે માહિતી આપી નથી.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, નૌશેરા સેક્ટરના કલાલ વિસ્તારમાં થયેલા વિસ્ફોટમાં માંગિયોટ ગામના રહેવાસી રાજકુમાર અને અશ્વની કુમાર શ્રાપનલથી વાગી ગયા હતા. તેમણે કહ્યું હતું કે બંને ઘાયલ પોર્ટરને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અધિકારીઓએ કહ્યું હતું કે, ઘૂસણખોરી વિરોધી અવરોધ પ્રણાલી હેઠળ આગળના વિસ્તારમાં લેન્ડમાઈન નાખવામાં આવી હતી. કેટલીકવાર વરસાદને કારણે હવામાનમાં ફેરફાર થાય છે, પરિણામે આવા અકસ્માતો થાય છે આ માટે અદ્યતન સ્થળોએ વધુ તકેદારી જરૂરી છે.
- Advertisement -