સમગ્ર દેશભરમાં જ્યારે ઓપરેશન અભ્યાસ અંતર્ગત બ્લેકઆઉટ (અંધારપટ)નો અભ્યાસ થયો છે, ત્યારે આજે સમગ્ર ગીર સોમનાથ જિલ્લાએ રાત્રીના 8 થી 8:30 કલાક સુધી એમ અડધો કલાક સુધી અંધારપટ પાળ્યો હતો. સામાન્ય રીતે ધંધાકિય ચહલ-પહલ તથા માછીમારીના ઉદ્યોગ સાથે ધબકતાં રહેતા વેરાવળ શહેરે સંપૂર્ણ શિસ્તતા દાખવી દેશકાજે સંપૂર્ણ બ્લેકઆઉટ પાળ્યો હતો. દેશ સામે જ્યારે જોખમ ઉભું થાય ત્યારે ગીર સોમનાથ જિલ્લો પણ ખભેખભો મિલાવી તૈયાર છે, તેનો પરિચય આ અંધારપટ દ્વારા આપ્યો હતો.
ગીર સોમનાથ જિલ્લામાં ‘બ્લેકઆઉટ’: નાગરિકોએ બ્લેકઆઉટ દરમિયાન દાખવી સ્વયંભૂ શિસ્ત

Follow US
Find US on Social Medias