કૂતરાઓનું ખસીકરણ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવા છતાં શ્ર્વાનનો વસ્તી વિસ્ફોટ કાબુમાં આવતો નથી
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાપાલિકાની કહેવાતી ખસીકરણ ઝુંબેશ વચ્ચે પણ કૂતરાઓનો વસ્તી વિસ્ફોટ બેકાબુ બની ગયો છે. કૂતરાઓ રીતસર કાળો કેર વર્તાવે છે. છેલ્લાં એક અઠવાડિયામાં વધુ 345 લોકોને બટકા તોડીને લોચા કાઢી લીધા છે. શહેરમાં અમુક વિસ્તારમાં રાત્રે તો ઠીક પણ ધોળા દિવસે નીકળવું હોય તો પણ રીતસર કૂતરાઓ ત્રાસવાદી બનીને તૂટી પડે છે.
શ્ર્વાનની વસ્તીને નિયંત્રણ કરવા મહાપાલિકાએ છેલ્લાં 5 વર્ષમાં રૂા. 6 કરોડથી વધુનો ખર્ચ કર્યો છે આમ છતાં શહેરમાં ખુંખાર કૂતરાનો વસ્તી વિસ્ફોટ ક્ધટ્રોલમાં આવતો નથી. રાજકોટમાં 2008માં જ્યારે પશુ વસ્તી ગણતરી કરવામાં આવી હતી ત્યારે શેરી શ્ર્વાનની સંખ્યા 45 હજાર હતી. શ્ર્વાનના આ વસ્તી વિસ્ફોટને જો નિયંત્રણમાં રાખવામાં ન આવે તો આવતા દસ વર્ષમાં શહેરની જનસંખ્યાને લગોલગ કૂતરાની વસ્તી થઈ જાય તેવો અંદાજ એ વખતે વ્યક્ત થતાં જ 2008થી કૂતરાઓના ખસીકરણ અભિયાનને શરૂ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં કૂતરાઓનું ખસીકરણ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવા છતાં શ્ર્વાનનો વસ્તી વિસ્ફોટ કાબુમાં આવતો નથી.
- Advertisement -
દરમિયાન મનપાના ગત જનરલ બોર્ડમાં મનપાના શાસક પક્ષના દંડક સુરેન્દ્રસિંહ વાળાએ શહેરમાં ચાલુ વર્ષે અત્યાર સુધીમાં ડોગ બાઈટ (કૂતરા કરડવા)ના કેટલા કેસ બન્યા છે તેની વિગત માગી હતી.
તેના સત્તાવાર જવાબમાં જાન્યુઆરીથી નવેમ્બરના અંત સુધીમાં 4100 વ્યક્તિને કૂતરા કરડ્યા છે. મનપાએ જ સત્તાવાર જાહેર કરેલી વિગત મુજબ છેલ્લાં એક અઠવાડિયામાં વધુ 345 લોકોને ખુંખાર કૂતરાઓએ બટકા તોડી લીધા છે.
આ પણ વાંચો : Flashback 2021: રાજકોટ શહેરમાં 2021માં ઘટેલી મહત્ત્વની ઘટના https://khaskhabarrajkot.com/2021/12/29/significant-even…kot-city-in-2021/



