લોકસભા ચૂંટણીને લઈને બેઠકોનો દોર શરૂ, BJP દ્વારા આજે ગુવાહાટીમાં પૂર્વોત્તર રાજ્યો, બંગાળ અને ઝારખંડના પાર્ટી અધ્યક્ષો અને પ્રભારીઓ સાથે બેઠક બોલાવવામાં આવી છે.
લોકસભા ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષોએ પોતાની રણનીતિ બનાવવાનું શરૂ કરી દીધું છે. જેમાં હવે કેન્દ્રમાં સત્તાધારી પક્ષે પણ આગામી લોકસભા ચૂંટણીને લઈને બેઠકોનો દોર શરૂ કરી દીધો છે. જણાવી દઈએ કે પાર્ટી દ્વારા આજે ગુવાહાટીમાં પૂર્વોત્તર રાજ્યો, બંગાળ અને ઝારખંડના પાર્ટી અધ્યક્ષો અને પ્રભારીઓ સાથે બેઠક બોલાવવામાં આવી છે. નોંધનીય છે કે કેન્દ્રીય નેતૃત્વ દ્વારા આ બેઠક બોલાવવામાં આવી છે જેમાં 2024ની લોકસભા ચૂંટણી માટે પાર્ટીની બ્લુ પ્રિન્ટ તૈયાર કરવામાં આવશે.
- Advertisement -
લોકસભા ચૂંટણી માટે BJP એ પ્રચાર શરૂ કરી દીધો
એ વાત તો જાણીતી છે કે દેશમાં આવતા વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે અને એવામાં સતાધારી ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે પોતાનો પ્રચાર શરૂ કરી દીધો છે. આ સાથે જ પાર્ટીએ હવે 2024ની ચૂંટણી જીતવા માટે માઇક્રો મેનેજમેન્ટની રણનીતિ પર કામ કરવાનું શરૂ કરી દીધું છે. જણાવી દઈએ કે આ અંતર્ગત પાર્ટીએ દેશને ત્રણ સેક્ટરમાં વિભાજિત કર્યો છે.
@BJP4India ৰ ৰাষ্ট্ৰীয় সভাপতি @JPNadda ই কালি নতুন দিল্লীত ভাৰতত থকা কুটনৈতিক মিছনৰ মুৰব্বীসকলৰ এটা দলৰ সৈতে আলোচনাত মিলিত হয়। pic.twitter.com/89U8kThHzw
— AIR News Guwahati (@airnews_ghy) July 6, 2023
- Advertisement -
2024ની ચૂંટણી જીતવા BJP એ દેશને ત્રણ ક્ષેત્રોમાં વિભાજિત કર્યો
ભાજપે દેશભરના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પૂર્વ, ઉત્તર અને દક્ષિણ એમ ત્રણ ક્ષેત્રોમાં વિભાજિત કર્યા છે. ભાજપ અધ્યક્ષ દરેક ક્ષેત્રના અગ્રણી નેતાઓ અને સંગઠન મંત્રીઓ સાથે બેઠક કરશે. આ અંતર્ગત આજે પૂર્વોત્તર રાજ્યો બંગાળ અને ઝારખંડના પાર્ટી અધ્યક્ષો અને પ્રભારીઓની બેઠક બોલાવવામાં આવી છે.
#WATCH | Assam BJP president Bhabesh Kalita, says, "Tomorrow (July 6), a meeting of 12 eastern states including Bihar, Jharkhand, Odisha and West Bengal will be held in Guwahati. During this meeting, presidents, general secretaries and other leaders of the respective states will… pic.twitter.com/VPw40PSmCq
— ANI (@ANI) July 6, 2023
બેઠકમાં આ મેગા પ્લાનની બ્લૂ પ્રિન્ટ તૈયાર કરવામાં આવી
આ સાથે જ એવું જાણવા પણ મળ્યું છે કે ગૃહમંત્રી અમિત શાહ, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અને સંગઠન મંત્રી બીએલ સંતોષની બેઠકમાં ભાજપના આ મેગા પ્લાનની બ્લૂ પ્રિન્ટ તૈયાર કરવામાં આવી છે. આ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેરેથોન બેઠક પણ યોજી હતી. લગભગ ચાર કલાક ચાલેલી આ બેઠકમાં પાર્ટીની પૂર્વ, ઉત્તર અને દક્ષિણ યોજનાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આ દરમિયાન ભાજપના સંગઠનમાં ફેરફારની સાથે ચૂંટણી માટે નવી રણનીતિ પર પણ ચર્ચા થઈ રહી હોવાનું જાણવા મળ્યું છે.