રાજકોટ-68 વિધાનસભા મતક્ષેત્રમાં ભાજપ ઉમેદવાર ઉદય કાનગડ પર જનતાના આશીર્વાદ વરસ્યા
ઉદય કાનગડના લોકસંપર્કમાં સ્વયંભુ જનતા ઉમટી : ફૂલડે વધાવ્યા : લોકલાડીલા યુવા નેતાને સર્વત્ર ઉમળકાભેર આવકાર
- Advertisement -
છેલ્લા 30 વર્ષથી સતત લોકોની વચ્ચે રહી કામ કરનારા ઉદયભાઈ કાનગડને વોર્ડ નં. 4ના મતદારોએ પ્રંચડ બહુમતી સાથે જીતાડવાનો સંકલ્પ લીધો
ઉદયભાઈ કાનગડના લોકસંપર્કમાં ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, સાંસદ મોહનભાઈ કુંડારીયા, શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, પૂર્વ ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, શહેર ભાજપ ઉપપ્રમુખ અશોકભાઈ લુણાગરિયા, સોનલબેન ચોવટિયા, કલ્પનાબેન કિયાડા સહિત, વોર્ડના કોર્પોરેટરશ્રીઓ ત્યાં વિસ્તારના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠક 68 પર ભાજપ ઉમેદવાર ઉદયભાઈ કાનગડને લોકસંપર્ક દરમિયન મતદારો તરફથી સ્નેહ અને સમર્થન મળી રહ્યું છે. ઉદયભાઈ કાનગડ જ્યાં લોકસંપર્ક કરે ત્યાં સ્વયંભુ જનતા ઉમટી પડે છે. ઉદયભાઈ કાનગડના લોકસંપર્કમાં તેમની લોકચાહના, લોકપ્રિયતા ઉડીને આંખે વળગે છે. તેઓશ્રી દ્વારા પક્ષના આગેવાનો અને કાર્યકરો સાથે તેમના મત વિસ્તારમાં સમાવિષ્ટ વોર્ડ નં. 4માં ઘનિષ્ઠ લોકસંપર્કનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો. જ્યાં તેઓ પર જનતાના અઢળક આશીર્વાદ વરસ્યા હતા, લોકલાડીલા યુવા નેતાનો સર્વત્ર સહર્ષ આવકાર કરવામાં આવ્યો હતો. છેલ્લા ત્રીસ વર્ષથી સતત લોકોની વચ્ચે રહી કામ કરનારા ઉદયભાઈ કાનગડને વોર્ડ નં. 4ના મતદારોએ પ્રંચડ બહુમતી સાથે જીતાડવાનો સંકલ્પ લીધો હતો.
- Advertisement -
ઉદયભાઈ કાનગડે પોતાના લોકસંપર્ક કાર્યક્રમનો પ્રારંભ સદગુરુ શ્રી રણછોડદાસ બાપુના આશ્રમની દર્શન મુલાકાતથી કર્યો હતો. તેઓ દ્વારા કુવાડવા રોડ, રામપાર્ક, 80 ફૂટનો રોડ, અંબીકા પાર્ક, ગુરુદેવ પાર્ક, લક્ષ્મણ પાર્ક મેઇન રોડ, મધુવન મેઇન રોડ, ભગવતીપરા વિગેરે વિસ્તારનો લોકસંપર્ક કરવામાં આવ્યો હતો. તેઓએ લોકસંપર્ક દરમિયાન વડીલોને નમન કરીને આશીર્વાદ મેળવ્યા હતા. ઉદયભાઈ કાનગડને ઠેર-ઠેર લોકો દ્વારા ઉષ્માભર્યો આવકાર આપવામાં આવી રહ્યો હતો. વિધાનસભા-68 વિસ્તાર ગત ચૂંટણીમાં ઉમેદવાર અરવિંદભાઈ રૈયાણીને પ્રચંડ બહુમતીથી જીત્યા હતા અને હવે રાજકોટ જ નહીં સમગ્ર ગુજરાતમાં તમામ સમુદાય સાથે જોડાયેલા ઉદયભાઈ કાનગડ ઉમેદવાર બનતા તમામ સમાજના અગ્રણીઓએ લોકસંપર્કમાં જોડાઈને ફરી એક વખત આ મત વિસ્તારમાં કમળનો ઉદય થશે તેવી ખાતરી આપી હતી. આ સાથે જ ભાજપના ‘ઉદય’ રાજકોટ પૂર્વના નવા વિકાસકાર્યોનો ‘ઉદય’ કરશે એવો જનજનમાં વિશ્વાસ જોવા મળ્યો હતો.
વિધાનસભા ચૂંટણી અન્વયે કરવામાં આવેલા લોકસંપર્કના કાર્યક્રમમાં ઉદયભાઈ કાનગડ સાથે મંત્રી અને ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, સાંસદ મોહનભાઈ કુંડારીયા, શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, પૂર્વ ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, વોર્ડ નં. 4 ભાજપના હોદેદારો દીપકભાઈ પનારા, સી.ટી. પટેલ, દિનેશભાઈ ચૌહાણ, કાનાભાઈ ઉધરેજા, કોર્પોરેટરો કંકુબેન ઉધરેજા, નયનાબેન પેઢડીયા, પરેશભાઈ પીપળીયા, કાળુભાઈ કુંગશીયા, વોર્ડના પ્રતિષ્ઠિત આગેવાનો વિગેરે જોડાયા હતા.