થાનગઢ પાલિકામાં બહુજન સમાજવાદી પાર્ટીના ત્રણ ઉમેદવારો જીત્યા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.19
સુરેન્દ્રનગર જિલ્લામાં કુલ 32 બેઠકો પર ગત 16 ફેબ્રુઆરીના રોજ મતદાન થયું હતું જેમાં થાનગઢ નગરપાલિકાના 7 વોર્ડની કુલ 28 બેઠકો સાથે સાયલાના ધારાડુંગરી અને લીમડીના ઉટડી તાલુકા પંચાયત બેઠકની પેટા ચૂંટણી અને ધ્રાંગધ્રા તથા લીમડી પાલિકાના વોર્ડ નંબર 1ની એક – એક બેઠકો પર મતદાન થયું હતું જેમાં થાનગઢ નગરપાલિકાની ચૂંટણીમાં રસાકસી હોવાનું નજરે પડતું હતું કારણ કે થાનગઢ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો લડી રહ્યા હતા જે બાદ 18 ફેબ્રુઆરીના રોજ ચૂંટણી પરિણામો જાહેર થતા જ થાનગઢના જનતા પણ સ્તબ્ધ બની હતી.
થાનગઢ નગરપાલિકાની 28 બેઠકોના પરિણામમાં 25 બેઠક પર ભાજપના ઉમેદવારો વિજય થયા હતા જ્યારે ત્રણ બેઠકો પર બહુજન સમાજવાદી પાર્ટીના ઉમેદવારો વિજય થયા હતા આ તરફ તાલુકા પંચાયતની પેટા ચૂંટણીની જો વાત કરીએ તો ઉટડી અને ધારાડુંગરી બેઠક પર પણ ભાજપના ઉમેદવારો જીત્યા હતા જ્યારે ધ્રાંગધ્રા અને લીમડી પાલિકાની પેટા ચૂંટણીમાં પણ ભાજપના ઉમેદવારો બાજી મારી ગયા હતા.
- Advertisement -
આ સાથે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું પ્રદર્શન ફરી એક વખત ખરાબ થયું હોય તેવું સ્પષ્ટપણે નજરે પડે છે ત્યારે જિલ્લાની કુલ 32 બેઠકો પર થયેલ ચૂંટણીમાં અંતે ભાજપને 29 બેઠકો મળી હતી.
આ સાથે જીતેલા તમામ ઉમેદવારો પોતા પિતાના મતવિસ્તારમાં ડીજે અને ગુલાલ ઉડાવતા વિજય સરઘસ યોજ્યું હતું અને મતદારોનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. જેની સામે કોગ્રેસ અને આમ આદમી પાર્ટીને ફરી એક વખત સંગઠનમાં સંકલન કરી માળખું મજબૂત બનાવવા અને પોતાની ઊણપ દૂર કરવાનો મોકો આપ્યો છે.