– પૂર્વ મંત્રી, સાંસદ, ધારાસભ્યના સગાઓને પણ ઉમેદવાર નહીં બનાવે
આજે અગ્રેસર ગુજરાત કેમ્પેઇન ભાજપ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું તે સમયે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા પત્રકાર પરીષદ યોજી આ કેમ્પેઇન અંગે માહિતી આપવામાં આવી હતી. પત્રકાર પરિષદ દરમ્યાન ભાજપના સિનીયર નેતા અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાથે મંત્રીમંડળમાં આરોગ્ય મંત્રી રહી ચૂકેલ જયનારાયણ વ્યાસે આજે પાર્ટીના સભ્ય પદ પરથી રાજીનામું આપ્યું હતું તે અંગે પ્રશ્ન પૂછાયો હતો.
- Advertisement -
સી.આર.પાટીલે જણાવ્યું કે જયનારાયણ વ્યાસ ભાજપના વરિષ્ઠ નેતા રહી ચૂકયા છે, બે વખત ટીકીટ આપીને કેબીનેટ મંત્રી બનાવ્યા અને છેલ્લા 20 વર્ષથી ભાજપ સાથે જોડાયેલા હતા પરંતુ 7પ વર્ષ પછી ભાજપમાં ટીકીટ આપવામાં નહીં આવે તેવો આ વખતે પાર્ટીએ એક નિયમ કર્યો છે જેના કારણરૂપે તેમને રાજીનામુ આપ્યું હશે અને પાર્ટીએ આ સ્વીકાર્યુ પણ છે.

સી.આર.પાટીલે વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવાર અંગે પૂછાયેલા પ્રશ્ન અંગે નેતા કે તેના સગાસંબંધીઓને આ વખતે ટીકીટ નહી આપે. પૂર્વ મંત્રી, ધારાસભ્ય, સાંસદના સગાસંબંધી કે પરિવારજનોને ભાજપ ટીકીટ નહીં આપે તેવી જાહેરાત કરી છે. આ બંને નિયમોથી અનેક દાવેદારોએ કે જેઓએ નિરીક્ષકોની સમક્ષ પોતાને ચૂંટણી લડવી છે તેવી ઇચ્છા વ્યકત કરી હતી તેઓ હવે નહીં લડી શકે.
- Advertisement -



