ધનતેરસે રાજકોટમાં નવું ‘કમલમ’ ખીલશે
પાટીલના હસ્તે શહેર ભાજપનો ગૃહપ્રવેશ: અત્યંત આધુનિક સુવિધા સાથેના કાર્યાલયનું કામકાજ પૂર્ણ
- Advertisement -
રાજકોટમાં શહેર ભાજપ દ્વારા 150 ફૂટ રીંગ રોડ પર શિતલપાર્કમાં નિર્મિત નવા અદ્યતન કાર્યાલયનો પ્રારંભ ધનતેરસના દિવસે થશે તેવા સંકેત છે અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ આ દિવસે લક્ષ્મી પૂજન કરીને કાર્યાલયને ખુલ્લુ મુકશે. શહેર ભાજપનું ત્રીજુ કાર્યાલય હશે. પ્રારંભમાં શહેર અને જિલ્લા ભાજપનું સંયુક્ત કાર્યાલય બસ સ્ટેન્ડની પાછળ હતું અને ત્યારબાદ કરણપરામાં ભાજપે તેનું પ્રથમ સતાવાર કાર્યાલય ચાલુ કર્યું જ્યાંથી ભાજપે અનેક ચૂંટણીઓ લડીને રાજકોટ અને સૌરાષ્ટ્રમાં પક્ષને વિસ્તાર્યો છે અને હવે નવા કાર્યાલયનો પ્રારંભ ધનતેરસના દિવસે થશે તેવા સંકેત છે અને વિધાનસભા ચૂંટણી પૂર્વે જ પક્ષ નવા કાર્યાલયમાં પ્રવેશ કરે તે પણ નિશ્ચીત બની રહ્યું છે.