ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.23
પોરબંદર વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપ બ્રહ્મ સમાજને પ્રતિનિધિત્વ આપીને ટીકીટ ફાળવે તેવી માંગ કરવામાં આવી છે. પોરબંદરમાં શ્રી બ્રાહ્મણ સુપ્રીમ કાઉન્સિલના પ્રમુખ દિનેશભાઈ થાનકીએ ભાજપના પ્રદેશ અધ્યક્ષને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે પોરબંદર શહેર અને ગ્રામીણ વિસ્તાર ગઈ વિધાનસભા સને 2022 થયેલ જેમાં કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા વિજયી થયેલ. જે અડધી ટર્મ ધારાસભ્ય પદેથી રાજીનામુ આપેલ અને ભાજપમાં જોડાયેલ ત્યારે પોરબંદર ગ્રામ્ય શહેર વિસ્તાર જોતા પ્રથમ નંબર મહેર જ્ઞાતિ અને બીજા ક્રમે બ્રાહ્મણ જ્ઞાતિ અને ત્રીજા ક્રમે ખારવા જ્ઞાતિ,ચોથા ક્રમે લોહાણા સમાજ આવેલ જેમાં આઝાદી પછી ક્યારેય બ્રાહ્મણને ટિકિટ બન્ને પક્ષોએ આપેલ નથી અને હાલ પેટા ચૂંટણીમાં બ્રાહ્મણોને જ પ્રતિનિધિત્વ આપવા માટે પક્ષના બન્ને વડા એટલે પક્ષના અધ્યક્ષ જે.પી.નડ્ડા તથા પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલને પત્ર લખી અને બ્રાહ્મણને પ્રતિનિધિત્વ આપવા બ્રાહ્મણ સુપ્રીમ કાઉન્સિલએ જાણ કરી અને જો બ્રાહ્મણોની અવગણના કરવામાં આવશે તો આગામી વિધાન સભાની પેટાચૂંટણીમાં તેના પરિણામ પણ જોવા મળશે તેમ ચેતવણી અપાઈ છે.
- Advertisement -
પોરબંદર વિધાનસભા બેઠક પર બ્રહ્મ સમાજ નિર્ણાયક હોવાથી આગામી દિવસોમાં ભાજપ બ્રાહ્મણોને રીઝવવા શું નિર્ણય લેશે તે તો નજીકના દિવસોમાં જ જોવું રહ્યું છે.