ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ તાલુકાનાં ગામડાનાં રસ્તાનાં નવીનીકરણ માટે ધારાસભ્યએ રજુઆત કરી હતી. કોંગ્રેસનું કહેવું છે કે હજુ મંજુરી મળી નથી. જોકે ભાજપે મુખ્યમંત્રીનો આભાર માની લીધો છે.
જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખ પુનિતભાઇ શર્માએ મુખ્ય મંત્રી અને માર્ગ મકાન મંત્રીનો આભાર માનતુ ટ્વીટ કર્યુ હતું. જૂનાગઢ પંથકનાં રસ્તા માટે 20 કરોડ મંજુર કરતા આભાર માન્યો હતો. જોકે આ અંગે કોંગ્રેસનાં મનોજભાઇ જોષીએ કહ્યું હતું કે, આ કામો હજુ મંજુર થયા નથી. બંધારણીય પ્રક્રિયા મુજબ દરેક ધારાસભ્યને પોતાના મત વિસ્તારના ગ્રામ્ય રસ્તાઓના નવીનીકરણ માટે રૂપિયા 20 કરોડ મળે છે. જે સંદર્ભે સ્થાનિક ધારાસભ્ય ભીખાભાઇ જોષીએ દરખાસ્ત મોકલી આપી છે.
- Advertisement -
પરંતુ અમુક રસ્તાઓમાં ડામર કામ ટકે એમ નથી એટલે તેની જગ્યાએ સીસી રોડ બનાવવાની ધારાસભ્યે સુધારા દરખાસ્ત મોકલી છે. જે દરખાસ્ત સુધારા અર્થે જૂનાગઢ પરત આવી છે. સુધારો થઈ જાય એટલે આવતા સપ્તાહમાં આ કામો મંજુર થઈ જશે.