24 બેઠકોમાંથી 20 કબ્જે કરી સત્તા હાંસલ કરી
ભાજપનું બુલડોઝર ફરી વળતા કોંગ્રેસને ચાર જ બેઠક મળી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
વંથલી નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનું બુલડોઝર ફળી વળ્યું હોય તેમ 24 બેઠકો માંથી 20 બેઠકો કબ્જે કરી ફરી સત્તામાં વાપસી કરી છે જ્યારે ગયા વર્ષે ભારે બહુમતી મેળવનાર કોંગ્રેસ પક્ષ માત્ર 4 બેઠક મેળવી શકી છે વંથલી તાલુકા સેવા સદન ખાતે મતગણતરી ની શરૂઆત થી જ ભાજપ આગળ ચાલી રહી હતી કુલ.6 વોર્ડમાંથી 5 વોર્ડમાં ભાજપની પેનલનો વિજય થયો છે જ્યારે કોંગ્રેસ માત્ર એક વોર્ડમાં પેનલ સાથે વિજય મેળવ્યો છે ભાજપનો જંગી વિજય થતા ટેકેદારો તેમજ વંથલી શહેરના લોકો એ વિજેતા ઉમેદવારોને હાર પહેરાવી અભિનંદન આપ્યા હતા વિજેતા ઉમેદવારોએ લોકોનો આભાર માની આગામી પાંચ વર્ષમાં વંથલીના વિકાસને વેગવાન બનાવવાની લોકોને ખાતરી આપી હતી.
વોર્ડ નં.5 માં ચૂંટણી લડી રહેલ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સિરાજ વાજાની હાર થઈ હતી તો તેમના પત્નીએ બીજા વોર્ડ માંથી જીત મેળવી છે.
જયારે ઘણા વર્ષોથી નગરપાલિકામાં શાસન વિહોણી ભાજપ દ્વારા આ વખતે જીત મેળવવા કમર કસી હતી વંથલીમાં એક સમયે રાજકીય અને સામાજિક ક્ષેત્રે વર્ચસ્વ ધરાવનાર અને નગરપાલિકા અને તાલુકા પંચાયતમાં પ્રમુખ પદે રહેનાર સ્વ.કેશુભાઈ વાલજીભાઈ ત્રાંબડીયાના પુત્ર દિવાનભાઈ ત્રાંબડિયાને આ ચૂંટણી જંગ જીતવા કમાન સોંપી હતી જેને લઇ તેમણે પાર્ટીના સંગઠન અને આગેવાનો, કાર્યકરો સાથે મળી ઉમેદવારોની પસંદગી,બુથ માઇક્રો પ્લાનિંગ અને લોકો વચ્ચે જઇ વંથલી ના વિકાસ માટે લોકોને અપીલ કરી હતી અને આ વખતે ભાજપના તમામ આગેવાનો સંગઠન, અને કાર્યકરો કોઈ વાત વિવાદ વિના પક્ષને જીતાડવા મહેનત કરી હતી જેનું પરિણામ સ્પષ્ટ જોવા મળ્યું હતું.