ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ વિધાનસભા ચુંટણીને લઇને અગરતલામાં પાર્ટીનો ચુંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. આ દરમ્યાન તેમની સાથે ત્રિપુરાના મુખ્યમંત્રી માણિકા સાહા પણ હાજર રહ્યા હતા. આ પહેલા જેપી નડ્ડાએ ઉદયપુરમાં આવેલ ગોમતીમાં ત્રિપુરા સુંદરી મંદિરમાં દર્શન અને પૂજા માટે ગયા હતા.
Tripura: Nadda, CM Manik Saha offer prayers at Mata Tripura Sundari Temple in Udaipur
- Advertisement -
Read @ANI Story | https://t.co/YpzqglmxKl#Tripura #JPNadda #ManikSaha #TripuraSundariTemple #TripuraElections2023 pic.twitter.com/NcpAjf67Sk
— ANI Digital (@ani_digital) February 9, 2023
- Advertisement -
બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે, ચુંટણી ઢંઢેરાની ચર્ચાની સાથે જ હું તેને લઇને મહત્વની ચર્ચા કરૂ છું. બીજી પાર્ટી ચુંટણી ઢંઢેરોની જાહેરાત કરે તો તેમની પાર્ટીને લોકો કોઇ મહત્વ આપતા નથી, પરંતુ જયારે બીજેપી કોઇ જાહેરાત કરે તો તેને લોકો સમજે છે, દેશના લોકો રાહ જુએ છે, કે બીજેપીના ચુંટણી ઢંઢેરામાં શું હશે?
Tripura was once known for blockades and insurgency. The state is now known for peace, prosperity and development: BJP President JP Nadda at Agartala pic.twitter.com/pQ7weYiGNh
— ANI (@ANI) February 9, 2023
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષએ અગરતલામાં કહ્યું કે, 70 વર્ષમાં કયારેય તમે સાંભળ્યું હતું કે, નેતા પોતાના રિપોર્ટ કાર્ડ લઇને આવે છે, પરંતુ જયારે ભાજપના નેતા સામે આવે છે, તે તેઓ પોતાના રિપોર્ટ કાર્ડ લઇને આવે છે અને આગળનો રોડમેપ બતાવે છે.