ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ પશ્ચિમ બંગાળના સંદેશખલીમાં તૃણમૂલ કોંગ્રેસ ટીએમસીના નેતા દ્વારા મહિલાઓ ઉપર અધટિત અપરાધો અને અત્યાચારો આચરવામાં આવ્યા તેના વિરોધમાં જૂનાગઢ ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ કાળવાચોક ખાતે રાખવામાં આવ્યો હતો. જેમાં ભાજપ પ્રમુખ પુનિત શર્મા, ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, મેયર ગીતાબેન પરમાર, લોકસભાના સહસંયોજક ચંદ્રેશભાઈ હેરમાં, પૂર્વ મેયર જ્યોતિબેન વાછાણી, આધ્યશક્તિબેન મજમુદાર, વિનુંભાઈ ચાંદેગરા, નિલેશભાઈ ધૂલેશિયા, પલ્લવીબેન ઠાકર, જેઠાભાઈ ઓડેદરા, જે.કે.ચાવડા, જ્યોતિબેન વાડોલિયા, ભાવનાબેન વ્યાસ, શીતલબેન તન્ના, પ્રજ્ઞેશભાઈ રાવલ, જીતુભાઈ ઠકરાર, યશ ચુડાસમા તથા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ ભાઈઓ અને બહેનો સૌ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમ મિડિયા વિભાગના સંજય પંડ્યાની યાદી જણાવે છે.
પ.બંગાળમાં TMC નેતા દ્વારા મહિલા પર અત્યાચારો વિરુદ્ધ ભાજપનું વિરોધ પ્રદર્શન
