ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.30
જામનગરના ધ્રોલના ધારાસભ્ય મેઘજી ચાવડાના દીકરાએ ગરીબોનો હક છીનવ્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે. ધારાસભ્યના દીકરાએ ઙખ આવાસ યોજનામાં લાભ લીધો હોવાનો ખુલાસો થયો છે. એક જાગૃત નાગરિકે કરેલી છઝઈંમાં આ વાતનો ઘટસ્ફોટ થયો છે.
જામનગર જિલ્લાના ધ્રોલમાં એક જાગૃત નાગરિકે છઝઈં (માહિતીનો અધિકાર) હેઠળ માંગેલી માહિતીમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. માહિતી મળ્યા અનુસાર, ધ્રોલ નગરપાલિકા વિસ્તારમાં આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ 76-કાલાવડના ધારાસભ્ય મે PM આવાસ યોજનામાંથી સહાય મેળવી. છઝઈંમાંથી મળેલી વિગતો મુજબ ધારાસભ્યના પુત્રે આ યોજનાની સહાય મેળવી પોતાનું મકાન બાંધવાનું કાર્ય પણ શરૂ કરી દીધું છે.
- Advertisement -
PM આવાસ યોજના હેઠળ એવી વ્યક્તિઓને સહાય આપવામાં આવે છે જેઓ પાસે પાકું રહેઠાણ ન હોય અને તેઓ આર્થિક રીતે નબળી પરિસ્થિતિમાં હોય. તો પછી ધારાસભ્યના પુત્રને આ યોજના અંતર્ગત સહાય કેવી રીતે મંજૂર થઈ? શું તેમાં કોઈ રાજકીય દબાણ કે ગેરરીતિ થઈ છે?
વિપક્ષ કોંગ્રેસના સ્થાનિક કોર્પોરેટરે આ મુદ્દે ગંભીર શંકા વ્યક્ત કરતાં તાત્કાલિક તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠાવી છે. તેઓએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે, જ્યારે સામાન્ય લોકો માટે કડક નિયમો અને દસ્તાવેજોની ચકાસણી થાય છે ત્યારે ધારાસભ્યના પુત્ર માટે શું નિયમો અલગ છે? કયાં નિયમો અનુસાર ખકઅના દીકરાએ યોજનાનો લાભ લીધો તેવો સવાલ પણ ઉભો થયો છે. જયારે મેઘજી ચાવડા પાસે પોતાનું મકાન છે તો યોજનાનો લાભ કેવી રીતે મળ્યો?