‘વકીલ મહાસંમેલન’માં આશરે 3500થી વધુ વકીલો ગુજરાતભરમાંથી ઉપસ્થિત રહેવાનું અનુમાન
વકીલ સંમેલનમાં હાસ્ય કલાકાર શાહબુદીનભાઇ રાઠોડ સહિતના કલાકારો મનોરંજન પીરસશે
- Advertisement -
ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, વજુભાઇ વાળા, વિજય રૂપાણી સહિતના મંત્રીઓ મહાનુભાવો હાજર રહેશે
ખાસ-ખબરની મુલાકાતે સંયોજક જે.જે.પટેલ, દિપક જોશી, અનિલ દેસાઇ, રાજકોટબાર એસો.ના પ્રેસિડેન્ટ અર્જુન પટેલ, એડવોકેટ ભાજપ લિગલ સેલના પ્રશાંત લાઠીગરા આવ્યા હતાં.
ખાસ-ખબર સંવાદદાતા
સૌરાષ્ટ્ર-કચ્છના ‘વકીલ મહાસંમેલન’માં આજે તા. 09 ને શનિવારના રોજ યોજાનાર છે. આ સંમેલન સાંજે 6-00 કલાકે કાલાવડ રોડ ખાતે આવેલ સ્વામીનારાયણ (ઇઅઙજ) મંદિરના સભાગૃહમાં યોજાવાનું છે ત્યારે આ સંમેલન ગુજરાત પ્રદેશ ભા.જ.પ.ના પ્રમુખ સી. આર. પાટીલના અધ્યક્ષ સ્થાને યોજાશે. આ સંમેલનમાં વકીલ મિત્રોને પધારવા માટે ગુજરાત પ્રદેશ લીગલ સેલના નવ નિયુકત સહ સંયોજક અનીલભાઇ દેસાઇ તથા પ્રદેશ કારોબારી સદસ્ય હિતેશભાઇ દવે, રાજકોટ મહાનગર લીગલ સેલ સંયોજક અંશભાઇ અભયભાઇ ભારદ્વાજ તથા સહ સંયોજક સી. એચ. પટેલ તેમજ પુર્વ પ્રદેશ ભા.જ.પ. લીગલ સેલ અગ્રણી દિલીપભાઇ પટેલે નિમંત્રણ પાઠવેલ છે. વકીલ સંમેલનમાં હાસ્ય કલાકાર શાહબુદીનભાઇ રાઠોડ સહિતના કલાકારો મનોરંજન પીરસશે.
- Advertisement -
સૌરાષ્ટ્ર કચ્છના આ “વકીલ મહાસંમેલન”ને સફળ બનાવવા માટે ગુજરાત પ્રદેશ લીગલ સેલ સંયોજક જે. જે. પટેલ સહ સંયોજક દિપકભાઇ જોષી તેમજ રાજકોટ બાર એસોસીએશનના પ્રમુખ અર્જુનભાઇ પટેલ, ઉપપ્રમુખ સિધ્ધરાજસિંહ જાડેજા, મંત્રી પી. સી. વ્યાસ, સહ મંત્રી ધર્મેશભાઇ સખીયા, ખજાનચી જીતુભાઇ પારેખ, લાઇબ્રેરી સેક્રેટરી સુમીત વોરા તેમજ કારોબારી સભ્યો સહિતનાઓ આ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. ભાજપ લિગલ સેલના ‘વકીલ મહાસંમેલન’ આશરે 3500થી વધુ વકીલો ગુજરાતભરમાંથી ઉપસ્થિત રહેવાનું અનુમાન છે.
કાલાવાડ રોડ ખાતે આજે સાંજે 6-00 કલાકે યોજાનાર આ ‘વકીલ મહાસંમેલન’માં તમામ વકીલ મીત્રોને ઉપસ્થિત રહેવા અનુરોધ કરવામાં આવે છે તેમજ આ ‘વકીલ મહાસંમેલન’માં રાજકોટ નોટરી એસોસીએશનના પ્રમુખ પ્રકાશસિંહ ગોહિલ, ઉપપ્રમુખ યોગેશભાઇ ઉદાણી, મંત્રી હસુભાઇ જોષી, સહ મંત્રી એ. ટી. જાડેજા, ખજાનચી રમેશભાઇ ભંડેરી, સહ ખજાનચી જયેશભાઇ જાની, સંગઠન મંત્રી આર. ડી. દવે, સહ સંગઠન મંત્રી કમલેશભાઇ તન્ના તેમજ એમ.એ.સી.પી. બારના પુર્વ પ્રમુખ રાજેશભાઇ મહેતા, જી. આર. પ્રજાપતી, એ. યુ. બાદિ, મકસુદ પરમાર, ભાવેશ મકવાણા, રાજેન્દ્ર ડોરી વિગેરે તેમજ રાજકોટ લેબર બારના અગ્રણી વકીલો ગીરીશભાઇ ભટ્ટ, જી. આર. ઠાકર, રાજકોટ મહાનગરના કારોબારી સભ્યો ધર્મેશભાઇ સખીયા, પ્રશાંતભાઇ લાઠિગ્રા, અજયભાઇ પીપળીયા, નિલેશભાઇ અગ્રાવત, હરેશભાઇ પરસોંડા, અશ્વિન ગોસાઇ, એન. આર. જાડેજા તથા સરકારી વકીલોમાં ડી.જી.પી. એસ. કે. વોરા, કમલેશભાઇ ડોડીયા, આબિદભાઇ સોસન, રક્ષીતભાઇ કલોલા, દિલીપભાઇ મહેતા, અતુલભાઇ જોષી, અનીલભાઇ ગોગીયા, પરાગભાઇ શાહ, તરૂણભાઇ માથુર, મહેશભાઇ જોષી, મુકેશભાઇ પીપળીયા, સમીરભાઇ ખીરા, સ્મીતાબેન અત્રી, બિનલબેન રવેશીયા સહીતનાઓ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી
રહ્યા છે.
આ ‘વકીલ મહાસંમેલન’માં વકીલોને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેવા માટે પ્રદેશ ભા.જ.પ. લીગલ સેલ સંયોજક જે. જે. પટેલ, સહ સંયોજક દિપકભાઇ જોષી, અનીલભાઇ દેસાઇ તેમજ પ્રદેશ કારોબારી સદસ્ય હિતેશભાઇ દવેએ અનુરોધ કરેલ છે.