વાંકાનેરમાં યોજાયેલા મહાસંમેલનમાં જીતુ સોમાણીએ જિલ્લા પ્રમુખને આડે હાથ લઈ ગંભીર આક્ષેપો કર્યા
ખાસ-ખબર સંવાદદાતા
મોરબી જીલ્લાના વાંકાનેરમાં ભાજપ અગ્રણી જીતુભાઈ સોમાણીની આગેવાનીમાં મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સર્વ સમાજના લોકો હાજર રહ્યા હતા ત્યારે વાંકાનેર પાલિકામાં એક રૂપિયાનો ભ્રષ્ટાચાર થતો નથી તેમ છતાં પણ તેને સુપરસિડ કરવા માટેના કાવતરા કરવામાં આવી રહ્યા છે જ્યારે મોરબી પાલિકામાં ટકાવારીનો બોલતો પુરાવો છે તેમ છતાં પણ ત્યાં કોઈ કાર્યવાહી થતી નથી આટલું જ નહીં, મોરબી જીલ્લા ભાજપના પ્રમુખ ઉપર પણ જીતુ સોમાણી દ્વારા જાહેર સભામાં મંચ ઉપરથી ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. ભાજપના કેટલાક આગેવાનોના નામ લીધા વગર જાહેરમાં પુરાવા રજુ કરીને તેની સામે પણ આંગળી ચીંધી હતી અને તેની સામે કેમ કોઈ કાર્યવાહી થતી નથી તેવો આક્રોશ વ્યક્ત કર્યો હતો. આગામી સમયમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણીને લઈને પણ કેટલાક સંકેતો આ મહાસંમેલન થકી ભાજપના નેતાઓને આપવામાં આવ્યા હતા.