આબકારી નીતિ કેસમાં આપના નેતા સંજય સિંહની ધરપકડ બાદ દિલ્હીમાં માહોલ ગરમાયો છે. કેન્દ્રિય મંત્રી અને બીજેપી નેતા અનુરાગ ઠાકુરએ કેજરીવાલ સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, કેજરીવાલે જે લોકોની પ્રામાણિકતાના સર્ટીફિકેટ જાહેર કર્યો છે, તે લોકો આજે જેલમાં છે. કેજરીવાલના ચહેરા પર તણાવ સાફ જોવા મળી રહ્યો છે, લોકો તેમના પર હસી રહ્યા છે. ડિપ્યુટી સીએમ જેલમાં છે, આ એ લોકો છે, જેઓ ઇન્ડિયા અગેન્સ્ટ કરપ્શનનના નારા લગાવીને સામે આવ્યા હતા, પરંતુ અત્યારે ભ્રષ્ટાચારમાં સામેલ છે. પરંતુ મુખ્ય આરોપી તો હજુ બહાર છે. તપાસ ચાલી રહી છે.
#WATCH रायपुर: केंद्रीय मंत्री अनुराग ठाकुर ने कहा, "लोग अरविंद केजरीवाल पर हंस रहे हैं और उनके चेहरे का तनाव देख रहे हैं। जिसके उपमुख्यमंत्री, स्वास्थ्य मंत्री, शिक्षा मंत्री जेल में हो… लेकिन किंगपिन बाहर है, किंगपिन का नंबर भी आएगा.. जिस-जिस को अरविंद केजरीवाल ईमानदारी का… pic.twitter.com/Rwyg7x71ss
- Advertisement -
— ANI_HindiNews (@AHindinews) October 5, 2023
સંજય સિહંની ધરપકડ ગેરકાનુની છે- મુખ્યમંત્રી કેજરીવાલ
બીજેપીના આરોપો વચ્ચે મુખ્યમંત્રી કેજરીવાલે સજય સિંહની ધરપકડ કરી આલોચના કરતાં દાવો કર્યો કે, આ કાર્યવાહી લોકસભાની ચુંટણી પહેલા બીજેપીના ડરને દેખાડી રહી છે. સંજય સિંહની ધરપકડ સંપૂર્ણ રીતે ગેરકાનુની છે. આ મોદીજીનો ડર દેખાઇ રહ્યો છે. ચુંટણી સુધીમાં તો કેટલાય વિપક્ષી નેતાઓની ધરપકડ કરવામાં આવશે.
- Advertisement -
'The Kingpin is still out': Union Minister Anurag Thakur takes on AAP after Sanjay Singh's arrest
Read @ANI Story | https://t.co/F5yM32swEI#AnuragThakur #AAP #SanjaySingh pic.twitter.com/FdkuUicsQ6
— ANI Digital (@ani_digital) October 5, 2023
તાનાશાહ ખુદ ડરેલા છે- મનોજ ઝા
સંજય સિંહની ધરપકડ પર INDIA ગઠબંધનના નેતાઓની તીખી પ્રતિક્રિયા સામે આવી છે. આરજેડી નેતા મનોજ ઝાએ કહ્યું કે, સંજય સિંહને ઇડીએ નહીં પરંતુ ભાજપની યૂનિટે ધરપકડ કરી છે. જેમાં ઇડી-આઇટી-સીબીઆઇ સામેલ છે. તેમણે હુમલો કરતાં કહ્યું કે, આ યુગમાં તાનાશાહીના કાળા દિવસો શરૂ થઇ ગયા છે જે ડરી ગયા એ મરી ગયા, તાનાશાહ ખુદ ડરેલા છે. આ ડરનો બદલો જલ્દી જ લેવામાં આવશે.