ADRનો રિપોર્ટ: ભાજપને 2022-23માં 719.858 કરોડ દાન મળ્યું: બસપાને 20,000થી વધુ એક પણ દાન ન મળ્યું: રાષ્ટ્રીય પક્ષોને દિલ્હીથી સૌથી વધુ તે પછી ગુજરાત અને મહારાષ્ટ્રથી મળ્યું દાન
ખાસ-ખબર સંવાદદાતા
આગામી લોકસભા ચૂંટણી પહેલા ભાજપે તેના દાનની રકમ જાહેર કરી છે. પાર્ટીને 2022-23 દરમિયાન 720 કરોડ રૂપિયાનું દાન મળ્યું છે. આ દેશની ચાર મુખ્ય રાજકીય પાર્ટીઓ કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, ઈઙઈં-ખ અને નેશનલ પીપલ્સ પાર્ટીને મળેલા કુલ દાન કરતાં પાંચ ગણું છે. આ માહિતી એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ એટલે કે એડીઆરએ પોતાના રિપોર્ટમાં આપી છે.
દેશની છઠ્ઠી રાષ્ટ્રીય પાર્ટી, બહુજન સમાજ પાર્ટીને નાણાકીય વર્ષ 2022-23 દરમિયાન 20,000 રૂપિયાથી વધુનું દાન મળ્યું નથી. પાર્ટી છેલ્લા 17 વર્ષથી સતત તેના દાનનો ખુલાસો કરી રહી છે. રજિસ્ટર્ડ રાજકીય પક્ષોએ 20,000 રૂપિયાથી વધુના દાન તરીકે મળેલી કોઈપણ રકમ જાહેર કરવી પડશે.
એડીઆરના રિપોર્ટ અનુસાર, ભાજપને 7,945 દાન મળ્યા છે જેનું પ્રમાણ 719.08 કરોડ રૂપિયા છે. જયારે કોંગ્રેસ પાર્ટીએ 894 ડોનેશનમાં 79.92 કરોડ રૂપિયા મેળવવાની જાહેરાત કરી હતી. કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, નેશનલ પીપલ્સ પાર્ટી (એનપીપી) અને સીપીઆઈ (એમ) દ્વારા સમાન સમયગાળા દરમિયાન મળેલા કુલ દાન કરતાં ભાજપને મળેલું દાન પાંચ ગણું વધુ છે. ઉત્તર-પૂર્વમાં એનપીપી એકમાત્ર રાજકીય પક્ષ છે જેને રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો છે.
એડીઆરએ એ પણ જાહેર કર્યું કે રાષ્ટ્રીય પક્ષોને દિલ્હીમાંથી કુલ રૂ. 276.202 કરોડનું દાન મળ્યું હતું, ત્યારબાદ ગુજરાતમાંથી રૂ. 160.509 કરોડ અને મહારાષ્ટ્રમાંથી રૂ. 96.273 કરોડ મળ્યા હતા. નાણાકીય વર્ષ 2022-23ના રિપોર્ટ અનુસાર, ભાજપને 2021-22 દરમિયાન 614.626 કરોડ રૂપિયાનું દાન મળ્યું હતું.
- Advertisement -
જે 2022-23માં વધીને 719.858 કરોડ રૂપિયા થઈ ગયું છે, જે પાછલા નાણાકીય વર્ષમાં મળેલા દાન કરતાં 17.12 ટકા વધુ છે. જો કે, નાણાકીય વર્ષ 2019-20ની તુલનામાં, નાણાકીય વર્ષ 2020-21 દરમિયાન પક્ષકારો દ્વારા પ્રાપ્ત દાનમાં 41.49 ટકાનો ઘટાડો થયો છે.
જયારે કોંગ્રેસ પાર્ટીને નાણાકીય વર્ષ 2021-22 દરમિયાન 95.459 કરોડ રૂપિયાનું દાન મળ્યું હતું, તે 2022-23 દરમિયાન ઘટીને 79.9 કરોડ રૂપિયા થઈ ગયું છે. ગયા નાણાકીય વર્ષની સરખામણીમાં, ઈઙઈં(ખ)ને મળેલા દાનમાં 39.56 ટકા (રૂ. 3.978 કરોડ) અને અઅઙના દાનમાં 2.99 ટકા અથવા રૂ. 1.143 કરોડનો ઘટાડો જોવા મળ્યો હતો.
રાષ્ટ્રીય પક્ષોને મળેલાં દાનના આંકડા
– ADR મુજબ, નાણાકીય વર્ષ 2022-23માં રાષ્ટ્રીય પક્ષોને કુલ 12,167 દાન (રૂ. 20,000 થી વધુ) રૂ. 850.438 કરોડના મૂલ્યના મળ્યા.
– દેશની છઠ્ઠી રાષ્ટ્રીય પાર્ટી, બસપાએ જાહેરાત કરી કે તેને નાણાકીય વર્ષ 2022-23 દરમિયાન 20,000 રૂપિયાથી વધુનું કોઈ દાન મળ્યું નથી.
– ભાજપે કહ્યું કે તેને 7,945 દાનમાંથી રૂ. 719.858 કરોડ મળ્યા છે. કોંગ્રેસ અનુસાર, તેને 894 દાનમાંથી રૂ. 79.924 કરોડ મળ્યા છે.
– ભાજપ દ્વારા જાહેર કરાયેલ ચૂંટણી દાન કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, નેશનલ પીપલ્સ પાર્ટી (ગઙઙ) અને ઈઙઈંખ દ્વારા સમાન સમયગાળા (નાણાકીય વર્ષ 2022-23) માટે જાહેર કરાયેલ કુલ દાન કરતાં પાંચ ગણું વધુ છે.
– ADRએ તેના અહેવાલમાં એમ પણ જણાવ્યું છે કે રાષ્ટ્રીય પક્ષોને દિલ્હીમાંથી કુલ રૂ. 276.202 કરોડનું દાન મળ્યું છે, ત્યારબાદ ગુજરાતમાંથી રૂ. 160.509 કરોડ અને મહારાષ્ટ્રમાંથી રૂ. 96.273 કરોડ મળ્યા છે.
– નાણાકીય વર્ષ 2022-23 દરમિયાન રાષ્ટ્રીય પક્ષોના કુલ દાનમાં રૂ. 91.701 કરોડનો વધારો થયો છે.
– કોંગ્રેસ દ્વારા પ્રાપ્ત દાન નાણાકીય વર્ષ 2021-22 દરમિયાન રૂ. 95.459 કરોડથી ઘટીને વર્ષ 2022-23 દરમિયાન રૂ. 79.924 કરોડ થયું.
– ADR મુજબ, નાણાકીય વર્ષ 2020-21 અને વર્ષ 2021-22 વચ્ચે કોંગ્રેસના ચૂંટણી દાનમાં 28.09 ટકાનો વધારો થયો હતો. ગયા નાણાકીય વર્ષની સરખામણીમાં, આ વખતે ઈઙઈં (ખ)ને મળેલા ચૂંટણી દાનમાં 39.56 ટકા (રૂ.3.978 કરોડ) અને આમ આદમી પાર્ટીને મળેલા દાનમાં 2.99 ટકા (રૂ.1.143 કરોડ)નો ઘટાડો થયો છે.