ત્રિશુર બેઠક પર સુરેશ ગોપીનો 74689 મતથી વિજય
લોકસભા ચૂંટણી 2024 માં ભાજપે કેરળમાં જીત મેળવીને ઈતિહાસ રચ્યો છે. કેરળની ત્રિશુર લોકસભા સીટ પર ભાજપના ઉમેદવાર સુરેશ ગોપીએ મોટી જીત મેળવી છે. આ સાથે ભાજપે પહેલીવાર કેરળમાં ખાતુ ખોલાવ્યુ છે. આ ચુંટણીમાં સુરેશ ગોપીએ તેમના પ્રતિસ્પર્ધી સીપીઆઈના વીએસ સુનિલકુમારને 74689 મતોથી હરાવ્યા છે.
- Advertisement -
ત્રિશુર લોકસભા સીટ પર ત્રિશંકુ લડાઈ હતી. ચૂંટણી પંચના આંકડા અનુસાર ત્રિશુર લોકસભા સીટ પરથી ભાજપના ઉમેદવાર સુરેશ ગોપીને 4 લાખ 12 હજાર 338 વોટ મળ્યા છે. જયારે તેમના હરીફ સીપીઆઈ ઉમેદવાર વી.એસ.સુનિલકુમારને 3 લાખ 37 હજાર 652 મત મળ્યા છે. તે જ સમયે, કોંગ્રેસનાં મુરલીધરન ત્રીજા સ્થાને હતા, જેમને 3,28,124 મત મળ્યા હતા.