1400 કરોડના પ્રજાના ટેક્સના પૈસાનુ આંધણનું હીરાસર એરપોર્ટ પર તાકીદે ઈન્ટરનેશનલ ફ્લાઈટો ચાલું કરાવવા કૉંગ્રેસની માંગ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.11
ગઈકાલે સૌ સૌરાષ્ટ્રવાસીઓ સ્તબ્ધ થઈ ગયા હતા કે હવે હીરાસર એરપોર્ટ પરથી ઇન્ટરનેશનલ ફ્લાઇટ ઉડાન નહિ ભરે ! વિદેશી ફ્લાઈટો ઉડાન ભરે એ પહેલા લોકોની આશાઓ ક્રેશ તુરંત જ થઈ ગઈ કારણ કે નવું ટર્મિનલ બિલ્ડીંગ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ માટે નાનું પડે છે આથી ફરી નવું ટર્મિનલ બનાવવા માટે દરખાસ્ત મુકવામાં આવી છે. તાજેતરમાં મળેલી એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની બેઠકમાં એવું તારણ કાઢવામાં આવ્યું છે કે રાજકોટમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બની રહેલું મુખ્ય ટર્મિનલ બિલ્ડીંગ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરની સુવિધાઓ આપવામાં ટૂંકું પડે છે. ઇન્ટરનેશનલ એરપોર્ટના માપદંડો માટે કસ્ટમ, ઇમિગ્રેશન, એરલાઇન્સની ઓફીસ તેમજ પેસેન્જરોની સુવિધા માટે જરૂરી કામગીરી આ ટર્મિનલ પર સમાવી શકાશે નહીં આથી હાલના તબક્કામાં 15 ઓગસ્ટ સુધી એરપોર્ટનુ નવું ટર્મિનલ બિલ્ડીંગ તૈયાર જે થશે તે માત્ર ડોમેસ્ટિક ઓપરેશન જ ચાલુ રાખવામાં આવશે લોકસભાની ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રવાસીઓને રીઝવવા અધૂરા પ્રોજેક્ટમા વડાપ્રધાન મોદીએ ઉતાવળે ઉદ્ઘાટન તો કરી દીધુ પણ હાલની પરિસ્થિતિ જોતા સૌરાષ્ટ્રવાસીઓને મામા જ બનાવ્યા તેવો ચિત્ર ઉપજ્યુ છે. કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યુ હતુ કે જો કરોડોના ખર્ચે ડોમેસ્ટિક જ એરપોર્ટ રાજકોટથી 36 કિમી દૂર બનાવવાનો પ્રોજેક્ટ હતો તો રાજકોટ શહેરમા રહેલ જૂના એરપોર્ટમા શુ વાંધો હતો ?
- Advertisement -
એક તરફ દરરોજ હજારો પેસેન્જરોને હીરાસર એરપોર્ટ ખુબ દૂર હોવાથી હેરાનગત થવુ પડે છે જેથી મસ્ત મોટા ટેક્સીઓને ભાડાઓ ચૂકવવા પડે અને સમય પણ વેડફાય છે. હીરાસર એરપોર્ટમા તો નામ બડે દર્શન ખોટેજેવો હાલ સર્જાયો છે.લોકસભા ચૂંટણી પહેલા લોકોને ગેરમાર્ગે દોરી ઉતાવળે ઉદ્ઘાટનો કરી દીધા પરંતુ વડાપ્રધાન ડ્રીમ પ્રોજેક્ટમા જ પેસેન્જરોને પ્રાથમિક સુવિધાઓ ના મળતી ના હોય,ટર્મિનલ ડોમના હિસ્સાઓ ધરાશાયી થતા હોય,ખુબ ગંદકી હોય,પાર્કિંગના નામે લૂંટ ચલાવવી,રનવે પર પશુ-પક્ષી-પ્રાણીઓ ચડી આવવા જેવા કિસ્સાઓ એ ભાજપ સરકારે સૌરાષ્ટ્રવાસીઓની મશ્કરી કરી સમાન છે. હીરાસર ઈન્ટરનેશન એરપોર્ટના ઉદઘાટન એક વર્ષ બાદ એક ફ્લાઇટ વિદેશ માટે હજુ ઉડાન ભર્યું નથી અને હજુ આવનારા સમયમા ઊડશે પણ નહીં કારણ કે ભાજપ સરકાર માત્ર ખોટી મોટી જાહેરાતો કરવામાં માહિર છે તેવા પ્રહારો કર્યા હતા. હીરાસર એરપોર્ટ કરતા તો રાજકોટના જૂના એરપોર્ટ અનેક દરરજે સારુ હતુ પણ ભાજપ સરકારે બિલ્ડરોને પડતી મુશ્કેલીઓ દુર કરવા ગરીબ ખેડૂતોની જમીન હડપવાનુ શરૂ કરી નવુ ખોટુ દિંડક જેવુ હીરાસર એરપોર્ટ ઉભુ કર્યૂ છે.જૂના એરપોર્ટની અબજો રૂપિયા કિમંતની જમીન પર ભાજપ સરકારની અને તેના મળતિયા જમીન માફિયાઓની નિયત ખરાબ હોવાને કારણે ઉતાવળે એરપોર્ટ સ્થળાંતર કર્યાનો ગંભીર આક્ષેપો કોંગ્રેસે કર્યા હતા.
તેઓએ વધુમા જણાવ્યુ હતુ કે રાજકોટ એ સૌરાષ્ટ્રનુ પાટનગર છે ત્યારે વેપાર ઉદ્યોગ, કાર્ગો સુવિધાઓ,વિદ્યાર્થીઓ વિદેશ અભ્યાસ, પ્રવાસન પ્રોત્સાહન,તબીબી ક્ષેત્ર જેવી બાબતોમા ઈન્ટરનેશનલ ફ્લાઇટોનુ ઉડાન એ વિકાસ વેગવંતો કરવા માટે મહત્વનો ભાગ ભજવે છે ત્યારે આ તમામ બાબતોએ સૌરાષ્ટ્રવાસીઓએ વિદેશ જવા માટે અમદાવાદ,મુંબઈ અને દિલ્લી સુધી લાંબુ થવુ પડે તે દુ:ખદ છે.આટલા કરોડોના ખર્ચ બાદ જો લોકોને 1% ફાયદો ના થતો હોય તો સરકારે ડૂબી મરવુ જોઈએ તેવા પ્રહારો કોંગ્રેસના આગેવાનોએ કર્યા હતા અને તાકીદે કેન્દ્રની અને રાજ્યની ભાજપ સરકાર આ અંગે ગંભીરતા દાખવીને વિદેશી ફ્લાઇટોનુ ઉડાન હીરાસર એરપોર્ટ પરરી શરૂ કરાવવા માંગ કરી હતી. આ કાર્યક્રમમાં કોંગ્રેસના લીગલ સેલના ચેરમેન
અશોકસિંહ વાઘેલા, કોંગ્રેસના પ્રવક્તા રોહિતસિંહ રાજપૂત, સુરેશ બથવાર, મયૂરસિંહ પરમાર, રણજીત મુંધવા, દિલીપ આસવાણિ, ગૌરવ પૂજારા, રાજુ અમરણિયા, અનિલ રાઠોડ, જગુભા જાડેજા, સેવાદળના પ્રમુખ જીત સોની, યશ ભીંડોરા, એરોન ક્રિસિયન, સુનિલ સોરઠિયા, પ્રદ્યુમન બારડ, રોનક રવૈયા સહિત અનેક કાર્યકારોએ સફળ વિરોધ પ્રદર્શન કર્યું હતું.