છેલ્લા કેટલાક દિવસો મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય અસ્થિરતાનો અંત આવ્યો છે. મહારાષ્ટ્રમાં આજે અથવા કાલે દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રીના શપખ ગ્રહણ કરી શકે છે.
- Advertisement -
મહારાષ્ટ્રમાં રાજનૈતિક અસ્થિરતા અંત તરફ આવવા લાગી છે. ગઈકાલે રાત્રે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદેથી ઉદ્ધવ ઠાકરેના રાજીનામા બાદ ભાજપની સરકાર બનતી નક્કી છે. તેની ખુશી ભાજપમાં સ્પષ્ટ રીતે જોવા મળી રહી છે. ત્યારે દેવેન્દ્ર ફડણવીસના શપથ ગ્રહણને લઇ મોટા સમાચાર સામે આવી રહ્યાં છે.મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી માટે કાલે શપથ ગ્રહણ સમારોહ યોજાશે. જેમાં દેવેન્દ્ર ફડણવીસ સાદગી સાથે લેશે મુખ્યમંત્રી પદના શપથ
ફડણવીસની સાથે એકનાથ શિંદે પણ લશે શપથ
મહારાષ્ટ્રના દેવેન્દ્ર ફડણવીસ સાથે એકનાથ શિંદે પણ ડેપ્યુટી મુખ્યમંત્રીના શપથ ગ્રહગણ કરશે. ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીના ફ્લોર ટેસ્ટ કરાવવાના આદેશ પર સ્ટે આપવાનો ઇનકાર કર્યા બાદ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રાજ્યપાલને પોતાનું રાજીનામું સુપરત કર્યું હતું. બળવાખોર શિવસેના ધારાસભ્યો, જેઓ આજે 30 જૂને ફ્લોર ટેસ્ટમાં ભાગ લેવા માટે ગોવાથી મુંબઈ પહોંચવાના હતા, હવે ભાજપના દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી તરીકે શપથ લેશે ત્યારે સીધા મુંબઈ પહોંચે તેવી અપેક્ષા છે.
- Advertisement -
ઉદ્ધવ ઠાકરે ગઈકાલે મહારાષ્ટ્રના રાજ્યપાલને રાજીનામું આપ્યું હતું
મહત્વનું છે કે, ગતકાલે રાત્રે ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદ પરથી રાજ્યપાલને રાજીનામું આપ્યું હતું જે સ્વીકાર્યા બાદ રાજ્યપાલે જણાવ્યું હતું કે, જ્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા ન થાય ત્યાં સુધી ઉદ્ધવને મુખ્યમંત્રી તરીકે ચાલુ રાખવા જણાવ્યું હતું. જ્યારે, મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીને મુખ્યમંત્રી તરીકે રાજીનામું સુપરત કર્યા પછી, ઉદ્ધવ ઠાકરેએ પુત્રો આદિત્ય અને તેજસ સાથે મંદિરમાં પ્રાર્થના કરી હતી.