PM મોદીને ગાળો બોલવા મામલે અંધાધૂંધી
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
શુક્રવારે પટનામાં રાહુલ ગાંધીની વોટર અધિકાર યાત્રા દરમિયાન પીએમ મોદીને ગાળો આપવાના મુદ્દા પર ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઝપાઝપી થઈ હતી. ભાજપના કાર્યકરો વિરોધ કરવા માટે કોંગ્રેસ કાર્યાલયની બહાર પહોંચ્યા હતા. તેમણે રાહુલ ગાંધી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવાનું શરૂ કર્યું. થોડીવાર પછી કોંગ્રેસના કાર્યકરોએ પણ સૂત્રોચ્ચાર કરવાનું શરૂ કર્યું.
થોડી જ વારમાં બંને પક્ષના લોકો એકબીજા સાથે અથડાયા. બંને પક્ષો લાકડી-ઇંટોથી એકબીજા ઉપર ફરી વળ્યા. ઘણાં વાહનોમાં તોડફોડ પણ કરવામાં આવી. કોંગ્રેસ કાર્યાલયની બહાર ભારે પોલીસ દળ તહેનાત છે. કોંગ્રેસ કાર્યાલયના ગેટ પર જમીન પર બેસીને કોંગ્રેસના કાર્યકરો વિરોધ કરી રહ્યા છે. રસ્તો જામ છે.
કેન્દ્રીય ગૃહમંત્રીએ આ મામલે નિવેદન આપ્યું છે, તેમણે કહ્યું હતું કે ‘રાહુલ ગાંધીની યાત્રા દરમિયાન પીએમ મોદીની માતાને ગાળો બોલીને કોંગ્રેસે સૌથી ઘૃણાસ્પદ કામ કર્યું છે.’
‘રાહુલ ગાંધીએ જે પ્રકારની રાજનીતિ શરૂ કરી છે એનાથી આપણા જાહેર જીવનને કોઈ ફાયદો થશે નહીં. આ આજથી નથી, નરેન્દ્ર મોદી પીએમ બન્યા ત્યારથી સોનિયા-રાહુલ ગાંધી, મણિશંકર ઐયરે વડાપ્રધાનને ગાળો આપી છે.’
આ ઘટના અત્યંત અભદ્ર છે. હું તેની નિંદા કરું છું: નીતિશ કુમાર
પીએમ સાથે દુર્વ્યવહાર કરવાના કેસમાં દરભંગા પોલીસે ગુરુવારે મોડીરાત્રે રિઝવી ઉર્ફે રાજા નામના યુવકની ધરપકડ કરી છે. આરોપી સિંહવાડા પોલીસ સ્ટેશન વિસ્તારના ભાપુરા ગામનો રહેવાસી છે. મો. રિઝવી એક પિકઅપ ડ્રાઈવર છે. આ કેસમાં ભાજપે પટનાના ગાંધી મેદાન પોલીસ સ્ટેશનમાં ઋઈંછ માટે અરજી કરી છે. ભાજપ પ્રવક્તા દાનિશ ઇકબાલ અને કારોબારી સભ્ય કૃષ્ણા સિંહે રાહુલ ગાંધી વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જોકે કેસ નોંધવામાં આવ્યો નથી.
- Advertisement -
વિડીયોના આધારે રિઝવીની ઓળખ થઈ
સદર 2 કામતુલના જઉઙઘ શુભેન્દ્ર કુમાર સુમને જણાવ્યું હતું કે ‘જિલ્લા ભાજપ પ્રમુખ આદિત્ય નારાયણે અરજી આપી હતી. જાલે પોલીસ સ્ટેશન વિસ્તારના આયોજક મોહમ્મદ નૌશાદ વિરુદ્ધ ઋઈંછ દાખલ કરવામાં આવી હતી. પરંતુ વીડિયોના આધારે, મોહમ્મદ રિઝવી સાથે દુર્વ્યવહાર કરનાર વ્યક્તિની ઓળખ થઈ હતી. તેની સિંહવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી હતી. આરોપીનું નિવેદન નોંધવામાં આવ્યું છે.’
પૂછપરછ દરમિયાન આરોપીએ જે કહ્યું છે તેની તપાસ ચાલી રહી છે. અમે હમણાં તે જાહેર કરી શકતા નથી. નિવેદનના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી. તે વ્યવસાયે ડ્રાઇવર છે. કેટલાક અસામાજિક તત્વો ત્યાં હાજર હતા. તે લોકોએ તેને ઉશ્કેર્યો અને તેને કંઈક કહેવા માટે મજબૂર કર્યો. આરોપી સાથે ત્યાં કોણ હતું તેની પણ શોધ કરવામાં આવી રહી છે.