ખાસ-ખબર ન્યૂઝ અમરેલી
રાજુલા શહેરમાં ભાજપ પરિવાર દ્વારા કારગીલ વિજય દિવસની 26મી વર્ષગાંઠ નિમિત્તે શહીદોની યાદમાં ભવ્ય મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના પગલે રાજુલા શહેરમાં દેશભક્તિમય માહોલ છવાયો હતો.
- Advertisement -
મશાલ રેલી માર્કેટિંગ યાર્ડથી શરૂ થઈને શહેરના હોસ્પિટલ ચોક, ટાવર રોડ સહિતના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હવેલી ચોક ખાતે સમાપ્ત થઈ હતી. આ રેલી દરમિયાન ’ભારત માતા કી જય’ અને ’વંદે માતરમ્’ના નારાઓ ગુંજી ઉઠ્યા હતા.
આ મશાલ રેલીમાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયા, સાવરકુંડલા ધારાસભ્ય મહેશભાઈ કસવાલા, ધારી ધારાસભ્ય જે.વી. કાકડીયા, જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી, ચેતન શિયાળ, મનીષ સંઘાણી, જીગ્નેશભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ મયુરભાઈ દવે, ઉપપ્રમુખ ઘનશ્યામભાઈ વાઘ સહિત અનેક ભાજપના આગેવાનો, અગ્રણીઓ, કાર્યકર્તાઓ અને આસપાસના ગામોના સરપંચો મોટી સંખ્યામાં જોડાયા હતા.