જૂનાગઢ લોકસભા અને પેટા વિધાનસભા ચૂંટણી જંગ જામ્યો
માણાવદર બેઠકમાં ભાજપ લાડાણી અને કોંગ્રેસ હરીભાઇ વચ્ચે જંગ
- Advertisement -
લોકસભા અને વિધાનસભા ચૂંટણીમાં બંને પક્ષે બળેબળના પારખા
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.15
જૂનાગઢ 13 લોકસભા અને માણાવદર વિધાનસભાની ચૂંટણી આગામી 7 મેના રોજ યોજાવાની છે ત્યારે બંને પક્ષે તેના ઉમેદવાર જાહેર કરી દેવામાં આવ્યા છે. જેમાં જૂનાગઢ લોકસભા બેઠકમાં ભાજપના રાજેશ ચુડાસમા અને કોંગ્રેસના હીરાભાઈ જોટવા ચૂંટણી જંગમાં ઉતર્યા છે ત્યારે માણાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપના અરવિંદ લાડાણી અને કોંગ્રેસ માંથી છેલ્લી ઘડીયે હરિભાઇ કણસાગરાને ટિકિટ મળતા બંને પક્ષના ઉમેદવારનું ચિત્ર સ્પષ્ટ થયું આમ હવે ભાજપ કોંગ્રેસ વચ્ચે સીધો ચૂંટણી જંગ જોવા મળશે.
- Advertisement -
જૂનાગઢ લોકસભા બેઠકમાં ભારતીય જનતા પાર્ટીએ રાજેશ ચુડાસમાને ફરી રિપીટ કરીને ત્રીજી વાર ટિકિટ આપી છે.
ત્યારે રાજેશ ચુડાસમા આવતીકાલ તા.16ના રોજ પોતાની ઉમેદવારી ફોર્મ ભરશે ચૂંટણી ફોર્મ રજુ કરતા પેહલા જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં આગેવાનો અને કાર્યકરોનું શક્તિ પ્રદર્શન સાથે વીશાળ રેલી સાથે રોડ શો યોજવામાં આવશે અને ત્યાર બાદ જૂનાગઢ ચૂંટણી અધિકરીની કચેરી ખાતે ફોર્મ ભરવામાં આવશે જેમાં લોકસભાના સંયોજક ચંદ્રેશભાઈ હેરમાના જણાવ્યા પ્રમાણે ડમી ઉમેદવાર તરીકે પૂર્વ મેયર જીતુભાઇ હિરપરાના ધર્મપત્ની અને હાલ કોર્પોરેટર ભાવનાબેન હીરપરા પોતાના ટેકેદારો સાથે ફોર્મ ભરશે.
જૂનાગઢ લોકસભા બેઠક છેલ્લા બેટર્મ થી ભાજપ જીતી રહ્યું છે ત્યારે 2024ની લોકસભા બેઠક માટે જ્ઞાતિ સમીકરણને બાજુએ મૂકીને કોંગ્રેસ પક્ષ દ્વારા આહીર સમાજ આગેવાન હીરાભાઈ જોટવાને ટિકિટ ફાળવી છે. હીરાભાઈ જોટવા ગત વિધાનસભા ચૂંટણીમાં કેશોદ બેઠક પરથી ચૂંટણી લડી ચુક્યા છે જેમાં તેઓ ભાજપના દેવાભાઇ માલમ સામે હાર થઇ હતી ત્યારે કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોટવા તા.18ના રોજ પોતાની ઉમેદવારી પત્ર ભરશે હીરાભાઈ પણ પોતાના વિશાળ ટેકેદારો સાથે શક્તિ પ્રદર્શન સાથે પોતાની કોંગ્રેસ પક્ષ તરફથી દાવેદારી નોંધાવી ચૂંટણી ફોર્મ ભરશે.
જૂનાગઢ જિલ્લા લોકસભા અને માણાવદર વિધાનસભા બેઠક પર બંને પક્ષે મજબૂત ઉમેદવારોને ટિકિટ ફાળવી છે.ત્યારે હાલ બંને પક્ષ તરફથી મતદારોને રિઝવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે આમ લોકસભા અને વિધાનસભા ચૂંટણીમાં હરીફ ઉમેદવારોના બળેબળના પારખા જોવા મળી રહ્યા છે ગ્રામ્ય કક્ષાએથી લઈને તાલુકા અને શહેરીજનો સુધી ગ્રુપ મિટિંગો યોજીને મારાદરો પાસે જઈને મત માંગી રહ્યા છે. એવા સમયે મતદારોનું મન પણ કળી શકાતું નથી અને કેનું પલડું ભારી તેતો આગામી તા.4 જૂને ચૂંટણી પરીણામ આવ્યા બાદ ખબર પડશે કે, મતદારોએ કોની તરફેણમાં મતદાન કર્યું હાલ તો બંને પક્ષ ચૂંટણી મેદાનમાં પોતાના કાર્યકરો અને ટેકેદારો સાથે ચૂંટણી પ્રવાસ યોજીને પોતાની રજૂઆત કરીને મત માંગી રહ્યા છે.