ભાજપ પ્રદેશ નેતાઓ બે દિવસ બેઠક યોજી ફાઇનલ યાદી તૈયાર કરશે
મહાપાલિકા સાથે જિલ્લાની 6 પાલિકા, તા.પં.ચૂંટણીમાં 674 ફોર્મ ઉપડ્યા
જૂનાગઢ મનપા ચૂંટણીના ઉમેદવારોનું લિસ્ટ 31 જાન્યુઆરીએ જાહેર થવાની શક્યતા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.29
જૂનાગઢ મહાનગર પાલિકા સાથે જિલ્લાની 6 નગર પાલિકાની ચૂંટણી સાથે બે તાલુકા પંચાયતની પેટા ચૂંટણી આગામી 16 ફેબ્રુઆરીના રોજ યોજાવાની છે. ત્યારે તમામ પક્ષો દ્વારા લગભગ સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઇ છે.અને ત્યારે જૂનાગઢ મનપા સહીત 6 પાલિકા અને બે તાલુકા પંચાયત પેટા ચૂંટણીમાં 674 ફોર્મ ઉપડ્યા છે.આમ જોતા હજુ આજે વધુ ફોર્મ ઉપડશે ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મુખ્ય પક્ષો સહીત અપક્ષ ઉમેદવારોનો રાફડો ફાટે તેવું ચિત્ર સામે આવી રહ્યું છે.
જૂનાગઢ મહાનગર પાલિકાના 1 થી 15 વોર્ડની ચૂંટણીમાં ભાજપના નિરીક્ષકો દ્વારા સેન્સ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ દાવેદારી કરનાર ઉમેદવારોનું લિસ્ટ હાઇકમાન્ડને મોકલી દેવામાં આવ્યું છે. ત્યારે ભાજપ પ્રદેશ નેતાઓની બે દિવસ બેઠક ગાંધીનગર ખાતે મળશે અને દાવેદારી કરનાર ઉમેદવારો ઓપરેશન હાઇકમાન્ડ હાથમાં છે.ત્યારે ભાજપમાં 60 વર્ષથી ઉપરના ક્રાઈટ એરિયા સાથે ત્રણ ટર્મ ચૂંટણીમાં લડેલા લોકોને ટિકિટ મળશે કે કેમ તેનો જવાબ તો આગામી 31 જાન્યુઆરીના રોજ જયારે ઉમેદવારોની યાદી જાહેર થવાની શક્યતા છે.તેના પર લોકોની મીટ મંડાઈ છે.આ યાદી જાહેર થયા બાદ કડાકા ભડાકા થવાની શક્યતા છે. જૂનાગઢ મહા પાલિકામાં ભાજપ સામે શહેરીજનો રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે શહેરના ઝાંઝરડા રોડ પર આવેલ જીવનધારા સોસાયટીના લોકો રોડ, રસ્તા, પાણી સહીતની સુવિધા બાબતે રોષ વ્યક્ત કરીને ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે.એજ રીતે થોડા દિવસ અગાઉ પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન રાકેશ ધુલેશીયાને પણ ઝાંઝરડા વિસ્તારના લોકોએ બિસમાર રસ્તાના લીધે આડે હાથે લીધા હતા ત્યારે શહેરના અનેક વિસ્તારોમાં રોષ જોવા મળી રહ્યો છે.એવા સમયે ભાજપના ઉમેદવારો માટે ચૂંટણી મેદાનમાં ઉતરવું સેહલું નથી.અને લોકો સવાલો કરી રહ્યા છે કે, રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપી છે.તેનો ફાયદો શહેરીજનો થયો નથી જયારે ટેક્સના રૂપિયા ભરવા છતાં કેટલા વર્ષોથી જે પાયાની સુવિધા મળવી જોઈએ તે મળી નથી.
જૂનાગઢ હિત રક્ષક સમિતિએ ચૂંટણી સમયે રણશિંગું ફુંક્યું
જૂનાગઢ હિત રક્ષક સમિતિની ગઈકાલ સાંજે પ્રબુદ્ધ નાગરિકો સાથે એક બેઠક મળી હતી આ બેઠકમાં ઉપસ્થિત રહેલ તમામ નગરજનોએ એક સુર વ્યક્ત કરીને રણશીંગુ ફુક્યું હતું અને કહ્યું હતું કે, જૂનાગઢને જે હાલ બે હાલ કર્યા છે તેવા લોકોને ટિકિટ ન આપો અને સ્વચ્છ પ્રતિભા અને વોર્ડમાં કામ કરતા સારા ઉમેદવારોને મદદ કરવાની ખાતરી આપી હતી અને ભાજપ પક્ષ નો રિપીટ થિયરી અપનાવે તેવો સ્પષ્ટ સંદેશ આપ્યો હતો તેની સાથે કોન્ટ્રક્ટર કોરપોર્ટર તેઓના સગા વ્હલાને પણ ટિકિટ ન આપે તેવું જાહેર કર્યું હતું અને વધુમાં હિત રક્ષક સમિતિ સ્વતંત્ર પક્ષ બનાવીને ચૂંટણી નહીં લડે તેવું જાહેર કર્યું હતું.આમ હિત રક્ષક સમિતિ આ 2025ની ચૂંટણીમાં સ્વચ્છ પ્રતિભા ધરાવતા ઉમેદવારોને મદદ કરવાની જાહેરાત કરી હતી.
- Advertisement -