ચારેય બેઠકોમાં ભાજપના ઉમેદવારોને જંગી બહુમતિથી વિજેતા બનાવવા અનુરોધ કરતા વિજયભાઈ રૂપાણી
મતદાર વિસ્તારના વિકાસ કામો અને સમાજોત્કર્ષના કામોમાં અગ્રેસર રહીશ : ડૉ. દર્શિતાબેન શાહ
- Advertisement -
રાજકોટનો વિકાસ ભાજપને આભારી છે – વિજયભાઈ રૂપાણી
રાજકોટ-69ના ભાજપના ઉમેદવાર ડો. દર્શિતાબેન શાહને બહુમતીથી ચુંટી કાઢવા માટે જૈન વિઝન દ્વારા સમર્થન આપવામાં આવેલ છે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીની પ્રેરક ઉપસ્થિતિમાં જૈન વિઝન સંસ્થાના ઉપક્રમે પેટ્રીયા સ્યુટ ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડો. દર્શિતાબેનને સમર્થન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
આ બેઠકમાં જૈન સમાજના શ્રેષ્ઠીઓ, જૈન સંઘો, જૈન સંસ્થાના હોદેદારો અને જૈનેતરો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીએ ગુજરાતના વિકાસના મોડેલની વિગતો આપી હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ એઇમ્સ, હિરાસર એરપોર્ટ સહિતના મોટા પ્રોજેક્ટોની રાજકોટને આપેલી ભેટની વિગતો આપીને રાજકોટના ભાજપના ચારેય ઉમેદવારોને બહુમતીથી ચુંટવા માટે અપીલ કરી હતી. ડો. દર્શિતાબેન શાહે સૌનો આભાર માનીને મતદાર વિસ્તારના વિકાસ અને સમાજ ઉત્કર્ષના કાર્યમાં અગ્રેસર રહેવા ખાતરી આપી હતી.
- Advertisement -
આ કાર્યક્રમમાં કલ્પકભાઈ મણીયાર, અનિમેષભાઈ રુપાણી, ચંદ્રકાંતભાઈ શેઠ, અનિલભાઈ દેસાઈ, જીજ્ઞેશભાઈ મહેતા, યોગેશભાઈ શાહ, સુનિલ કોઠારી, મિલનભાઈ કોઠારી, મયુરભાઈ શાહ, ભરતભાઈ દોશી, પારસભાઈ, પ્રવિણભાઈ કોઠારી, મહેશભાઈ મણીયાર વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.