ભારતીય જનતા પાર્ટીએ અગાઉ 62 ઉમેદવારોની યાદી જાહેર કર્યા બાદ હવે બાકી 6 ઉમેદવારો સાથે તમામ બેઠકો પર ઉમેદવારો જાહેર કર્યા
હિમાચલ પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થતાં જ તમામ પક્ષો પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી રહ્યા છે. હવે ભારતીય જનતા પાર્ટીએ અગાઉ 62 ઉમેદવારોની યાદી જાહેર કર્યા બાદ હવે બાકી 6 ઉમેદવારો સાથે તમામ બેઠકો પર ઉમેદવારો જાહેર કર્યા છે. ભાજપે આજે છ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમાં પાર્ટીએ દહેરાથી રમેશ ધવલા, જ્વાલામુખીથી રવિન્દ્ર રવિ, કુલ્લુથી મહેશ્વર સિંહ, બરસરથી માયા દેવી, હરોલીથી રામકુમાર અને રામપુરથી કૌલ નેગીને મેદાનમાં ઉતાર્યા છે.
- Advertisement -
આ પહેલા હિમાચલ વિધાનસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા 62 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી હતી. જે મુજબ મુખ્યમંત્રી જયરામ ઠાકુર સિરાજ બેઠક પરથી ચૂંટણી લડશે અને અનિલ શર્માને મંડીથી ટિકિટ આપવામાં આવી છે. સતપાલ સિંહ સત્તીને ઉનાથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. હિમાચલમાં 12 નવેમ્બરે મતદાન થશે અને 8 ડિસેમ્બરે મતગણતરી થશે.
BJP releases the second list of six candidates for the Himachal Pradesh Assembly elections, which are to be held on November 12th. pic.twitter.com/L8KlT1rc0r
— ANI (@ANI) October 20, 2022
- Advertisement -
સૂત્રોએ જણાવ્યું હતું કે, બીજી યાદી જાહેર કરીને ભાજપે હવે રાજ્યની તમામ 68 બેઠકો માટે તેના ઉમેદવારોની યાદી જાહેર કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે, ભાજપે આ યાદીમાં ધવલા અને રવિને ટિકિટ આપીને ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો છે. જે ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે તેમાં દહેરાથી રમેશ ધવલા, જ્વાલામુખીથી રવિન્દ્ર રવિ, કુલ્લુથી મહેશ્વર સિંહ, બરસરથી માયા દેવી, હરોલીથી રામકુમાર અને રામપુરથી કૌલ નેગીનો સમાવેશ થાય છે.
પહેલી યાદીમાં 62 નામ કર્યા હતા જાહેર
ખાસ વાત એ છે કે રાજ્યના મુખ્યમંત્રી જયરામ ઠાકુરને સેરાજ બેઠક પરથી ઉતારવામાં આવ્યા છે, સાથે સાથે અનિલ શર્મા મંડી જ્યારે સતપાલ સિંહને ઉના બેઠક પર દાવેદાર બનાવવામાં આવ્યા છે. હિમાચલ પ્રદેશમાં 12મી નવેરમબરે એક જ ફેઝમાં મતદાન કરવામાં આવશે અને આઠમી ડિસેમ્બરના રોજ પરિણામ આવશે. મંગળવારે જ ભારતીય જનતા પાર્ટીના મુખ્યાલયમાં કેન્દ્રીય ચૂંટણી કમિટીની બેઠક કરવામાં આવી હતી જેમાં પીએમ મોદી અને અમિત શાહ સહિતના દિગ્ગજ નેતાઓએ લિસ્ટ પર મહોર મારી હતી. નોંધનીય છે કે સામે પક્ષે કોંગ્રેસ પાર્ટી અત્યાર સુધીમાં 46 બેઠક પર ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે.
મહત્વનું છે કે, આ વખતે ચૂંટણીમાં હિમાચલ પ્રદેશના પૂર્વ CM તથા ભાજપના વરિષ્ઠ નેતા પ્રેમ કુમાર ધૂમલને ટિકિટ આપવામાં આવી નથી, ધૂમલના દીકરા અનુરાગ ઠાકુર મોદી કેબિનેટમાં સ્થાન ધરાવે છે. આટલું જ નહીં અનુરાગ ઠાકુરના સસરા ગુલાબ સિંહ ઠાકુરની ટિકિટ પણ કાપી લેવામાં આવી છે. તેઓ હવે 74 વર્ષના થઈ ગયા છે.