સ્થાનિક કોંગી આગેવાનોની માંગ હાઇકમાન્ડ નામો જાહેર કરે કોંગ્રેસ
ઉમેદવારો કોણ? અનેક અટકળો તેજ
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.8
પોરબંદર લોકસભા સામાન્ય ચુંટણી 2024 આગામી તા.7મે ના રોજ યોજાવાની છે ત્યારે ફોર્મ ભરવાની તારીખો પણ નજીક આવી ગઈ છે ત્યારે હજુ સુધી પોરબંદર વિધાનસભા પેટા ચૂંટણીના ઉમેદવાર જાહેર નહીં થતાં અનેક અટકળો તેજ બની છે. બીજી તરફ સ્થાનિક કોંગ્રેસ આગેવાનો ગુજરાત મોવડી મંડળ પાસે ધામા નાખીને ઉમેદવારો જાહેર કરવાની માંગણી કરી રહ્યા છે. કોંગ્રેસ હાઇકમાન્ડ પોરબંદર વિધાનસભા પેટા ચૂંટણી માટે પણ કોને ટીકીટ આપવી તેમાં પણ મજબૂત ઉમેદવાર શોધી રહ્યા છે. ત્યારે કોંગી સ્થાનિક નેતાઓ પણ વહેલી તકે નામો જાહેર કરે માંગ કરી રહ્યા છે.
- Advertisement -
પોરબંદર વિધાનસભા પેટા ચૂંટણી માટે એડવોકેટ જગદીશ માધવ મોતીવરસ,પરિમલ ઠકરાર,અશ્વિન દેવજી મોતીવરસ તેમજ કોંગ્રેસના જિલ્લા પ્રમુખ રાજુભાઈ ઓડેદરાએ દાવેદારી રજૂ કરી છે. ત્યારે કોંગ્રેસ પાર્ટી કોઈ નવો ચહેરો મેદાનમાં ઉતારશે કે પછી કોઈ નવો દાવ ખેલશે તેતો ઉમેદવાર જાહેર થયા બાદ જ ખબર પડશે.