ભાજપે વધુ 3 બેઠકોના ઉમેદવારના નામ જાહેર કર્યા, ખેરાલુ બેઠક પરથી સરદારસિંહ ચૌધરી, માણસા બેઠક પરથી જયંતી પટેલ અને ગરબાડા બેઠક પરથી મહેન્દ્ર ભાભોર ચૂંટણી લડશે
ખેરાલુ બેઠક પર ચૌધરી સમીકરણ કામ કરી ગયું છે જેમાં વિપુલ ચૌધરીને ટિકિટ આપવામાં આવી છે, આ સાથે જ માણસા બેઠક પર જયંતી પટેલને પસંદ કરવામાં આવ્યા છે, આ સિવાય ગરબાડા બેઠક પર મહેન્દ્ર ભાભોરને ટિકિટ આપવામાં આવી છે.
- Advertisement -
BJP releases its 5th list comprising of 3 candidates to contest for the upcoming Gujarat Assembly Polls 2022 pic.twitter.com/J16iFfmqDH
— ANI (@ANI) November 16, 2022
- Advertisement -
વિપુલ ચૌધરીના ખાસ માણસ સરદારસિંહ ચૌધરીને ભાજપે ખેરાલુથી ટિકિટ આપી
તમને જણાવી દઇએ કે, વિપુલ ચૌધરીના ખાસ માણસ સરદારસિંહ ચૌધરીને ભાજપે ખેરાલુથી ટિકિટ આપી છે. સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર, વિપુલ ચૌધરી અને ભાજપ વચ્ચે થયું સમાધાન થઇ ગયું હોવાનું જાણવા મળી રહ્યું છે. વિપુલ ચૌધરીના જેલવાસ દરમિયાન સરદારસિંહની ખાસ આગેવાની હતી. અર્બુદા સેનાની કમાન પણ સરદારસિંહ પાસે હતી. સરદારસિંહની આગેવાનીમાં જ અર્બુદા સેનાએ રેલીઓ કાઢી હતી.